પશુધનનો શિકાર:દીપડાનો ભય યથાવત, રાત્રે મોદલાથી બકરીનો શિકાર

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોરાકની શોધમાં આવતા દીપડા પાલતુ પશુઓનો શિકાર કરતા પશુપાલકોને નુકસાન

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલા મોદલા ગામના પશુપાલક એવા નરેશભાઈ કાલુસિંગભાઈ વળવીના કાચા ઘરમાં બાંધેલા બકરાના ટોળાઓમાંથી દીપડાએ બકરીનો શિકાર કરીને ખેતરમાં લઇ જઈને ફાડી ખાધું હોવાનું મોદલા ગામના નાગરિક દ્વારા જાણવા મળેલ છે. કુકરમુંડા તાલુકામાં ઘણા સમયથી અનેક વિસ્તારમાં દીપડાઓએ આંતક મચાવતા કુકરમુંડા તાલુકાના ગામડાઓના લોકોમાં તેમજ ખેડૂતો, અને પશુપાલકોમાં ભય જોવા મળી રહ્યો છે.

કુકરમુંડા તાલુકામાં વારંવાર ખુંખાર દીપડાઓ દેખાય રહ્યા છે. ગત રાત્રીએ મોદલા ગામમાં એક પશુપાલકના કાચા ઘરમાં બાંધેલા બકરાઓના ટોળામાંથી એક બકરીને ખૂંખાર દીપડાએ શિકાર કરીને ખેતરમાં ખેંચી લઇ જઈને ફાડી ખાધું હોવાની વાત બહાર આવતાની સાથે જ મોદલા ગામના લોકોમાં ચકચાર મચી હતી. કુકરમુંડા તાલુકાના અનેક વિસ્તારમાંથી મૂંગા પશુઓ ખૂંખાર દીપડાના શિકાર બન્યા છે અને વન વિભાગ દ્વારા આ દીપડાઓને પાંજરે પણ પૂર્યો છે. ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચઢતા દીપડા પશુપાલકોના પશુધનનો શિકાર કરી રહ્યાં છે.

તાપી નદીના વિસ્તારમાંથી દીપડા આવે છે
કુકરમુંડા તાલુકો મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા સાતપુડા પર્વતના જંગલના નજીક આવેલ તાલુકો હોવાથી જંગલોમાં વસવાટ કરતા ખૂંખાર દીપડાઓ પોતાના માટે ખોરાક અને પાણીની શોધમાં ફરતા ફરતા કુકરમુંડા તાલુકાની સિમમાં આવેલી તાપી નદીના વિસ્તારમાં આવી નીકળતા હોય છે. જેથી ખેડૂતો, ખેત મજૂરો કે પશુપાલકોને વારંવાર દીપડાઓ નજરે પડતા હોય છે. ગત રાત્રીએ તો ખૂંખાર દીપડો મોદલા ગામમાં આવી ચડ્યો હતો અને ગાભણ બકરીનો શિકાર કરી ગયો હતો, જેથી કુકરમુંડા તાલુકાના લોકોમાં ખૂંખાર દીપડાના આંતકથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...