તપાસ:પ્રેમિકા સાથે મિલન શક્ય ન દેખાતા યુવકે તાપીના પુલ પરથી ઝંપલાવ્યું

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાવઠા ગામ પાસેનો તાપી નદીનો પુલ જ્યાથી યુવકે છલાંગ મારી. - Divya Bhaskar
કાવઠા ગામ પાસેનો તાપી નદીનો પુલ જ્યાથી યુવકે છલાંગ મારી.
  • જુના કુકરમુંડામાં રહેતો મૂળ યુપીનો યુવક કાવઠા પાસેના પુલ પરથી કુદ્યો

નિઝરના વેલ્દાથી કુકરમુંડા તરફ જતા રસ્તા ઉપર કાવઠા અને જુના કુકરમુંડા ગામની સિમમાં આવેલ તાપી નદીના પુલ ઉપરથી યુવકે નદીના પાણીમા છલાંગ લગાવી હતી.સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર ગત રોજ રાતના 21:30ના અરસામાં જુના કંકરમુડા ખાતે રહેતા રાકેશસિંહભાઈ બબનસિંહ ભાઈ (મૂળ : ઉત્તર પ્રદેશ )નો કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ હોઈ અને તેની સાથે મિલન શક્ય નહીં બને તેવા ડરના કારણે થોડા દિવસથી માનસિક તનાવ અનુભવતો હતો.

જે બાદ આખરે તાપી નદીના પુલની પાળ ઉપર મોબાઈલ મૂકીને વેલ્દા થી કુકરમુંડા તરફ જતા રસ્તા ઉપર આવેલ કાવઠા અને જુના કુકરમુંડા ગામની સિમમા આવેલ તાપી નદીના પુલ ઉપરથી તાપી નદીના પાણીમા છલાંગ લગાવી પાણીમા ડૂબી ગયેલ હોય પાણીમા ડૂબી જનાર યુવકની ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ જેટલી છે. ઘટના અંગે નિઝર પોલીસે વધુ તપાસ નિઝર પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...