તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલાપ:રાજસ્થાનથી અપહરણ કરી નિઝર પાસે છોડી મુકાયેલા 2 બાળકોનું પરિવારની સાથે મિલન

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાઈલ્ડ હેલ્પ લાઈન તેમજ CWCની મદદથી બંને બાળકોને નવજીવન મળ્યું

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ નવલપુર,બોરઠા ગામના બસ સ્ટોપ પાસેથી ગત બુધવારના રોજ સવારના આશરે 9: 40ના અરસામાં અચાનક બે અજાણ્યા બાળકો જવા મળી આવતા બોરઠા ગામના જાગૃત નાગરિક ઉમેશભાઈ કિશનભાઈ દ્વારા તેમની પૂછ પરછ કરીને”વિકલ્પ” ચાઈલ્ડ લાઈન સબસેન્ટર નિઝર ના હેલ્પલાઇન નંબર 1098 પર જાણ કરી હતી.

જેથી નિઝર ચાઈલ્ડ લાઈન સબસેન્ટરના કોઓર્ડીનેટર મનીષભાઈ પાડવી તથા ટીમ મેમ્બર છાયાબેન તેમજ માધુરીબેન દ્વારા બાળકોનો કબ્જો લઇને વ્યારા ચાઈલ્ડ લાઈન ખાતે અને સીડબ્લ્યુસીને જાણ કરીને બને બાળકોને નિઝર પોલીસ સ્ટેશનમા હાજર કરીને નિઝરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કરાવીને નિઝર ચાઈલ્ડ હેલ્પ લાઇન સબ સેન્ટરની ટીમ દ્વારા વ્યારા ખાતે સી ડબ્લ્યુ સીને બાળકો સોપાયા હતા.જ્યાથી બાળકોને તાપીના તાળકુવા ખાતે આવેલ ચિલ્ડ્રન હોમમાં રાખી તાત્કાલિક બાળકોના વાલીની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી.

બાળકોના પરિવારનો સંપર્ક થતા જાણવા મળ્યું કે બને બાળકોઓ રોશનભાઈ અંદુ ભાઈ પારધી, અને બદાભાઈ ખેતારામ ભાઈ ધોરના, રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બોરા પો. અગણા ગામના રહેવાસીઓના પિતાઓને વ્યારા ખાતે બોલાવવામાં આવ્યા હતા. જે બંને બાળકોને સીડબ્લ્યુસીના અધ્યક્ષ બિપીનચંદ્રભાઈ.કે. ચૌધરી સભ્યશ્રી, યાકુબભાઈ ગામીત, વીરજીભાઈ ગામીત, કેયુરભાઈ શાહ, કૈલાસબેન ગામીત તથા કમલેશભાઈ ગીરાસે દ્વારા બાળકો પિતાઓને સોપવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...