ગ્રામજનોને રાહત:ભીલજાંબોલી અને મટાવલના સેવાસેતુમાં પ્રશ્નોનું નિરાકરણ

કુકરમુંડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામો ઘર આંગણે જ પૂર્ણ થતાં ગ્રામજનોને રાહત

તાપીના નિઝર-કુકરમુંડા તાલુકાઓમા સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિઝર તાલુકાના ભીલ જાંબોલી ખાતે સેવાસેતુ કાર્યક્રમમા.પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ઓ ઉપસ્થિત રહયા હતા.તેમજ કુકરમુંડા તાલુકાના મટાવલ ગામે સેવાસેતુ કાર્યક્રમમા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.બને તાલુકાઓ ના સેવાસેતુ કાર્યક્રમમા અનેક રાજકીય આગેવાનો તેમજ વિવિધ સરકારી શાખાના કર્મચારીઓ હાજર રહીને લોકોઓ દ્વારા વિવિધ પ્રકારની મળેલ અરજીની નિકાલ સ્થળ પર જ કરવામાં આવી હતી.

લોકોઓની આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, રસીકરણ, આવક જાતિના દાખલાઓ, જન્મ-મરણની નોંધણી,7/12 ની નકલો, વારસાઈની નોંધ કરવામાં જેવી વિવિધ પ્રકારની કામ ગીરી અંગે લોકોઓને પોતાના ગામ જ સુવિધા મળી રહે અને તેમના પ્રશ્નોનો નિકાલ સ્થળ પર જ લાવવામા આવે તે હેતુથી સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમોઓનું આયોજન કરવા આવી રહયું છે જેમાં નિઝરના ભીલજાંબોલી ખાતે અને કુકરમુંડાના મટાવલ ગામ ખાતે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા મા લોકોએ આ સેવા સેતુ કાર્યક્રમોનો લાભ લીધો હતો.

નિઝર અને કુકરમુંડા તાલુકાઓમા 85 ટકાથી વધુ આદિવાસી સમાજના લોકોઓ વસવાટ કરતા હોય છે.જેમાં મોટા ભાગના ગામડાઓના લોકોઓ ખેત મજૂરી કરીને પોતાના કુટુંબ પરિવારોનું જીવન નિર્વાહ કરી રહયા છે. તેવા લોકોઓ કોઈ પણ જાતની કામગીરી માટે તાલુકા ખાતે આવેલ સેવા સદન કે અન્ય સરકારી ઓફિસ મા જઈને કામગીરી કરી શકતા નથી. એવા લોકોઓને પોતાના ગામમા જ સરકારી અધિકારીઓની ઉપસ્થિતમા જેતે શાખાના કર્મચારીઓની હાજરી મા લોકોઓના અનેક પ્રકારની અરજી ઓનો નિકાલ કરવામાં આવે છે. આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત બને તાલુકાના અનેક લોકોને લાભ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...