તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસામાં પાણીની મોકાણ:પુરવઠા યોજનાનું પાણી ન પહોંચતા બંધારપાડા હેન્ડ પંપના ભરોસે

કુકરમુંડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
એક ઘડો પાણી મેળવવા હેન્ડપંપ પર ટોળે વળેલી મહિલાઓ. - Divya Bhaskar
એક ઘડો પાણી મેળવવા હેન્ડપંપ પર ટોળે વળેલી મહિલાઓ.
  • લાંબા સમયથી યોજનાનું પાણી ગામમાં પહોંચવાનું બંધ થતાં ગૃહિણીઓ મુશ્કેલીમાં

તાપીના નિઝરમા આવેલ લક્ષ્મીખેડા ગ્રૂપ ગ્રામ પંચાયતના આશરે 400થી વધુ વસ્તી ધરાવતું બંધારપાડા ગામમાં ઘણા લાંબા સમયથી ગામજનો પાણી માટે વલખાં મારી રહયા છે. સરકારે ગામડાઓમાં ઘર ઘર સુધી પાણી પોહચડવા માટે ‘નલ સે જલ’ યોજના અંતર્ગત લાખોની ગ્રાન્ટ ફાળવામાં આવી છે. પણ બંધારપાડા ગામ સુધી પહોંચી નથી તેમજ નિઝર દક્ષિણ જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી પણ સમયસર ગામના લોકોને મળતું નથી તેમજ અન્ય પાણી પુરવઠાની યોજના ઓની સુવિધાઓ છે. પરંતુ તેના દ્વારા પણ ગ્રામજનોને પાણી પુરવઠો પુરતા પ્રમાણમાં મળતો નથી. જેથી ગામજનો પાણી માટે વખણા મારી રહયા છે.

નિઝર તાલુકામાં પાણી પુરવઠા યોજના અંતર્ગત ગત નિઝર તાલુકાના ગામડાઓને સમયસર અને શુદ્ધ પાણી મળી રહે તે માટે કોરોડોના ખર્ચે વેલ્દા ખાતે દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના આશરે 1994માં શરૂ કરવામાં આવેલ છે. તેમજ પાણી પુરવઠાની ઊંચી આર.સી.સી. ટાંકી બંધારપાડા ગામની બાજુમાં જ કેસર પાડા ચાર રસ્તા પાસે બનાવામાં આવેલ છે. એ ટાંકીમાં વેલ્દા ખાતે આવેલ પાણી પુરવઠા યોજનાની ટાંકી માંથી ફિલ્ટર કરેલું પાણી પોહચડવા માં આવે છે અને ત્યાં થી આજુ બાજુ ના ગામડાઓને પાણી પહોંચતું હોય છે પરંતુ કેટલાક સમયથી બંધારપાડા ગામને પાણી પુરવઠાનું પાણી પણ સમયસર મળ્યું નથી.બંધારપાડા ગામના જાગૃત નાગરિક દ્વારા જાણવા મળેલ છે કે ઘણા દિવસથી અમારા ગામમાં પાણીની સમસ્યા ઓ છે. ગામમાં સરકારશ્રી દ્વારા બોર સિન્ટેક્સ,પાઇપ લાઈન, નળ કનેકશન, વગેરે કરવામાં આવ્યું છે.તેમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. તેમજ પાણી પુરવઠા યોજનાનું પણ પાણી સમયસર મળતું ન હોવાથી ગામજનો ગામમાં આવેલ હેંડપંપ પાસે પાણી ભરવા જતા હોય છે. હેડપંપમા પણ પાણી વેહલું નીકળતું ન હોવાથી ગામજનો હેરાન પરેશાન થઇ રહ્યા છે.ગામજનોને પાણી જેવી પાયાની સુવિધા પૂરતા પ્રમાણમાં ક્યારે મળશે તેવી ચર્ચા ગ્રામજનોમાં થઇ રહી છે.

કર્મચારીઓની બેદરકારી છે
લક્ષ્મીખેડા ગ્રૂપ ગ્રામ પંચાયતના સરપંચના પતિ મધુકરભાઈનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે ગામમાં પાણી માટે સુવિધાઓ છે. નિઝર દક્ષિણ જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી પણ બંધારપાડા ગામમા પહોંચે જ છે પણ પાણી પુરવઠાના કર્મચારીઓની બેદરકારીના લીધે ગામમા સમયસર પાણી પહોંચતું નથી.

અન્ય સમાચારો પણ છે...