સાફસફાઇની માગ:રાજપુરનું બસસ્ટોપ ઝારી ઝાંખરાથી ઘેરાયું મુસાફરોને ખુલ્લામાં ઉભા રહેવાની નોબત

કુકરમુંડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોસમનો માર વેઠતા મુસાફરોની હાલાકી નીવારવા સાફસફાઇની માગ

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફૂલવાડીથી ઈટવાઈ જતા ધોરી માર્ગ ઉપર આવેલ રાજપુર ગામનું બસ સ્ટોપ ઝાડી ઝાંખારામાં હોવાથી મુસાફરોનો સરકારી બસ કે ખાનગી વાહનોની ગરમીમાં ખુલ્લા આકાશ નીચે ઉભા રહીને રાહ જોવા મજબુર બન્યા છે. આ રસ્તા ઉપરથી રોજના મોટા પ્રમાણમાં વાહનો અવર જવર કરતા હોય છે, જેથી સ્થાનિક લોકોઓ મોટાભાગે આ બસ સ્ટોપનો ઉપયોગ કરતા હોય છે. રાજપુર ગામના બસ સ્ટોપ ઉપરથી રોજના સ્થાનિક લોકો નાના મોટા ધંધાધારી વેપારી, તેમજ મુસાફરો, સ્કૂલ, કોલેજ અને આઈ. ટી.આઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરકરી બસની કે ખાનગી વાહનોની ગરમીમાં ખુલ્લા આકાશ નીચે ઉભા રહીને રાહ જોતા હોય છે.

હાલમાં જ ઉનાળાની સીઝન શરુ થઇ છે અને રાજપુર ગામનું બસ સ્ટોપ ઝાડી ઝાંખારીમાં હોવાથી કોઈ પણ મુસાફરો બસ સ્ટોપમાં બેસવા જતા નથી. હાલ ઉનાળામાં ખુલ્લા આકાશ નીચે ગરમીમાં ઉભા રહેતા હોય છે. જેથી રાજપુર ગામના બસ સ્ટોપ માંથી ઝાડી ઝાંખારાનું સાફ સફાઈ કરવામાં આવે તો મુસાફરો બસ સ્ટોપમાં બેસી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...