સુવિધા:કુકરમુંડા તાલુકામાં 51, ગામો માટે કરોડોના ખર્ચે પાણી પુરવઠા યોજનાનું નિર્માણ થતાં શુદ્ધ પાણી મળી રહેશે

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કુકરમુંડા તાલુકાના 18 ગ્રામ પંચાયતોના 51, ગામોમાં વસવાટ કરતા કુટુંબ પરિવારો માટે સરકાર દ્વારા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત 51.54 કોરોડના ખર્ચે કુકરમુંડા પાણી પુરવઠા યોજના બનાવવા આવી રહી છે. જે પાણી પુરવઠા યોજના દ્વારા આવનાર સમયમાં કુકરમુંડા તાલુકાના ગામડાઓ વસવાટ કરતા લોકોઓને શુદ્ધ તેમજ પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધાઓ મળી રહેશે. કુકરમુંડા તાલુકામાં બની રહેલ કુકરમુંડા પાણી પુરવઠા યોજના લોકોઓ માટે જીવાદોરી સમાન છે.

તાપી નદી કિનારે જુના કુકરમુંડા ગામની સીમમાં કુકરમુંડા પાણી પુરવઠા યોજના નું મુખ્ય હેડવર્ક બનાવવામાં આવી રહ્યું છે. તાપીનદીમાં ઇન્ટેકવેલ, તેમજ પાણી શુદ્ધિકરણ માટે 11 એમ.એલ. ડી.ક્ષમતા ધરાવતો ફિલ્ટર પ્લાન્ટ, પાઇપ લાઈન, અને પાણી સ્ટોરેજ માટે ભુર્ગભ કુવા,મોટરો, તેમજ આર.સી.સી.ટાંકી,પંપ રૂમ,જેવી અનેક સુવિધાઓ બનાવવામાં આવી રહી છે.

કયા ગામમાં કેટલા હેડ વર્ક બનાવવામાં આવશે
કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ જુના કુકરમુંડા ખાતે આવેલ તાપી નદી કિનારે કુકરમુંડા પાણી પુરવઠા યોજનાનું મુખ્ય હેડવર્ક બનાવવામાં આવી રહ્યું છે. જયારે કુકરમુંડાના 7, ગામોમાં પાણી પુરવઠાના સબ હેડવર્ક બનાવવામાં આવી રહ્યા છે.

જેમાં કુકરમુંડા ગામ ખાતે બની રહેલ સબ હેડવર્કમાં 8, ગામોનો સમાવેશ થશે.આશ્રવા ગામ ખાતેના સબ હેડ વર્કમાં 4, ગામો, જુના ઉટાવદ ગામ ખાતેના સબ હેડવર્કમાં 4, ગામો,નિભોરા ગામ ખાતેના સબ હેડવર્કમાં 8, ગામો, બાલંબા ગામ ખાતેના સબ હેડવર્કમાં 13, ગામો, બોરીકુવા ગામ ખાતેના સબ હેડવર્કમાં 7, ગામો અને ઉમજા ગામ ખાતેના સબ હેડ વર્કમાં 7, ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુકરમુંડા પાણી પુરવઠા યોજના આવનાર સમય માં કુકરમુંડા તાલુકાના 51, ગામોમાં. વસવાટ કરતા લોકોઓ માટે અમૃત સમાન સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...