તાપી જિલ્લાના ફુલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતના સમાવીષ્ટ ફુલવાડી ગામના આદિવાસી સમાજના ગરીબ પરિવારમાં જન્મેલા હેમેન્દ્રસિંહ જિતેન્દ્રસિંહ પાડવીએ જામનગર ખાતે યોજાયેલી 4th Taftygas National youth gemes chess ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યું છે. ફુલવાડીના હેમેન્દ્રસિંહ નેશનલ યુથ ગેમ્સ ચેસની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.ે પહેલા પણ સિલ્વર મેડલ સહિત 20 વર્ષની કારકિર્દીમાં પાંચ વખત વિજેતા થયા છે.
હેમેન્દ્રસિંહ પ્રથમ વખત ભુસાવલ ખાતે ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમા ત્રીજો ક્રમ મેળવ્યો હતો. ગાંધીનગર ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમા બીજો ક્રમ મેળવ્યો હતો. જે. બી. ડાયમન્ડ કામરેજ યોજાયેલી ટુર્નામેન્ટમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો અને મોતા ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં સિલ્વર ગોલ્ડ હાંસલ કર્યો હતો. આમ હેમેન્દ્રસિંહએ ચેસ ટુનામેન્ટ ભાગ લઈને નેશનલ લેવલેથી ગોલ્ડ જીતી આવ્યા છે. ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ સાથે આ રમતમા પાંચ વખત વિજેતા થયા છે.
કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગામના હેમેન્દ્રસિંહના પિતા જીતેન્દ્રસિંહ પાડવી સુરત ખાનગી કંપનીમા ડ્રાઇવિંગની નોકરી કરી જીવન નિર્વાહ કરે છે. હેમેન્દ્રસિંહ ભાઈને બાળ પણથી રમત ગમતમા રસ ધરવતા હતા.જેઓ 2013-14 મા જવાહર નવોદય વિદ્યાલયમા પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપી હતી જેમા પાસ થતા બોરોખડી જવાહર વિદ્યાલયમા પ્રવેશ મેળવ્યા પછી સ્પોર્ટ્સમાં આગળ વધવાનો અવસર મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.