અધૂરી કામગીરી:નિઝર તા. પં.ના કમ્પાઉન્ડમાં જાહેર શૌચાલયનું કામ ઠપ

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શોચાલયની અધૂરી કામગીરી. - Divya Bhaskar
શોચાલયની અધૂરી કામગીરી.
  • તંત્રની નજર સામે કામ બંધ છતાં સૂચનો અપાતા નથી

નિઝર તાલુકાની તાલુકા પંચાયત કચેરીના કોમ્પાઉડમા લોકોઓના હિત માટે જાહેર શૌચાલય બનાવવા માટે આશરે 6થી7 મહિના પહેલા બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ શૌચાલય અધૂરું જોવા મળી રહયું છે કેટલાક સમયથી બાંધકામની કામગીરી ઠપ હોવાથી અધૂરા જાહેર શૌચાલયના આજુબાજુમા લીલી વનસ્પતિની વેલી કે ઘાસ ઉગી નીકળેલ છે. નિઝરના તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડ મા જ જાહેર શૌચાલય બનાવવાની કામગીરી ઠપ થઇ હોય અને જાહેર શૌચાલયનું કામ અધૂરી હોય તે કેટલું યોગ્ય? જેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે.

નિઝર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના ગામડાઓમા સરકારના વિવિધ યોજનાઓ જેવી કે મનરેગા, એસ.બી.એમ, પી.એમ. આવસ, નાણાંપંચની ગ્રાંટમાં થઇ રહેલા કામોને ચકાસણી કરવાનું ગામડે ગામડે જતા હોય છે અને અધૂરું કામ લાગે તે કામગીરી પૂર્ણ કરવા અંગે જે તે શાખાઓના અધિકારીઓને સૂચનો આપવામાં આવે છે.

પરંતુ નિઝરના તાલુકા પંચાયતના ઘણા લાંબા સમયથી અધૂરું જાહેર શૌચાલયનું બાંધકામ નજર સામે જ હોવા છતાં પણ જાહેર શૌચાલયનું બાંધકામ પૂર્ણ કરવા અંગે કેમ સૂચનો આપવા આપવામાં આવતા નથી તેવી ચર્ચા નિઝર તાલુકા પંચાયત કચેરી ખાતે કામકાજ અર્થે આવતા લોકોઓમાં થઇ રહી છે. નિઝર તાલુકા પંચાયતમા સમાવેશ આશરે 20 જેટલી ગ્રામ પંચાયતના ગામડાઓના લોકો તાલુકા પંચાયત કચેરી ખાતે અલગ અલગ કામ લઇને આવતા હોય છે.

જે લોકો માટેને શૌચ કરવા જાહેર જગ્યામા ન જોવું પડે તે માટે તાલુકા પંચાયત કચેરીના કોમ્પાઉડમા જાહેર શૌચાલય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ કેટલાક સમયથી જાહેર શૌચાલયનું બાંધકામ અધૂરું મુકવામાં આવેલ છે. નિઝર તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં અધૂરું જાહેર શૌચાલય બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ લોકોમા ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...