કુકરમુંડામાં પાટી માતાનો મેળો:બે વર્ષ બાદ હનુમાન જયંતીએ પરંપરાગત આયોજન થતા ત્રણ રાજ્યના લાખો લોકો ઉમટ્યાં

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મેળામાં બળદ અને ખેતી વાડીને લગતા સાધનોનું બજાર પણ ભરાય છે

કુકરમુંડા તાલુકાના પાટી ગામમાં પરંપરા મુજબ વર્ષોથી હનુમાન જયંતીના દિવસે ભરાતો પાટી માતાનો ગત બે વર્ષ સુધી કોરોના માહામારીને કારણે બંધ રહ્યા બાદ પુન : ભરાયો હતો. હનુમાન જયંતીના દિવસથી શરૂ થતો પાટી માતાનો મેળો ત્રણ દિવસ સુધી સતત ચાલે છે.જેમાં ત્રણ રાજ્ય માંથી મેળો જોવા લોકોઓ આવતા હોય છે.

બીજી તરફ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનું પણ મેળામાં મોટા પ્રમાણમાં ખરીદ વેચાણ થતું હોય છે.આ મેળામાં લોકોઓના મનોરંજન માટે ચોકરડાઓ, તમાસા મંડળ, નાના બાળકો માટે રમત ગમતના સાધનો આવતા હોય છે.

દર વર્ષે હનુમાન જયંતીના દિવસથી ત્રણ દિવસ સુધી ભરાતો પાટી માતાનો મેળો આ વર્ષે તારીખ 15/4/2022 થી શરુ થયો હતો. જે તારીખ 17/4/2022 સુધી ભરાયો હતો.મેળામાં કુકરમુંડા તાલુકાના અનેક ગામો તેમજ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના અનેક ગામો માંથી માતાનો રથ મેળામાં આવતા હોય છે.તેમની સાથે ડી.જે. બેન્ડ, અને આખી રાત આદિવાસી તમાસા મંડળ દ્વારા મનોરંજનના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે.આ વર્ષે પાટી માતાના મેળામાં ત્રણ રાજ્યમાંથી લાખો લોકોઓ મેળામાં ઉમટી પડ્યા હતા.

1.30 લાખ સુધીની બદળની જોડી વેચાઇ
વર્ષો જુની પરંપરા મુજબ યોજાતા મેળામાં ખાસ કરીને ઘરતી પુત્ર ખેડૂતોના સાથીદાર એવા બળદોઓ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.જેથી દૂર દૂરથી ખેડૂતોઓ ખેતી કામ માટે બળદો ની ખરેદી કરવા આવતા હોય છે. આ વર્ષે એક બળદો જોડીની કિંમત આશરે 20 થી 30 હજારથી શરૂ થઇ હતી. જે 1,30,000 સુધીનો એક બળદ જોડી નો કિંમત થઇ હતી.આ મેળામાં બળદ નું ખરેદ -વેચાણ થયા છે. ઉપરાંતખેતી વાળીને લગતા બળદ ગાડુ,પાવડા, દાતરડા, કોદાડી,જેવા અનેક ખેતીના સાધનો વેચાણ પણ થતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...