પરિણામ જાહેર:નિઝર-કુકરમુંડામાં સ્થાનિક સ્વરાજ્યની પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નિઝર કુકરમુંડા તાલુકામા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમા બને તાલુકાઓની 27 ગ્રામ પંચાયતોમા સામાન્ય ચૂંટણી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુકરમુંડા તાલુકાના આષ્ટા તરફે બુધવાલ અને નિઝર તાલુકાના અંતુર્લિ ગ્રામ પંચાયત બિન હરીફ થઇ હતી. અને બાકીની 25 ગ્રામ પંચાયતોમા ગત તારીખ 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી થઇ હતી. જેમાં નિઝર તાલુકાની 16 ગ્રામ પંચાયતોમા સ્ત્રી અને પુરુષ મળીને કુલ 50802 મતદારો નોંધાયેલ છે. તેમાંથી કુલ 82.32 ટકા મતદાન થયુ હતું

કુકરમુંડામા 9 ગ્રામ પંચાયતોમા સ્ત્રી અને પુરુષ મળીને કુલ 30262 મતદારો નોંધાયેલ છે કુલ 82.06 ટકા મતદાન થયુ હતું. જેમનું પરીણામ ગત 21મી,ડિસેમ્બરે નિઝર અને કુકરમુંડા તાલુકાઓની 25 ગ્રામ પંચાયતોમાંથી સાંજના 6: 00 વાગ્યા સુધીમા 12 ગ્રામ પંચાયતોનું પરીણામ જાહેર થયું હતું અને બીજી 13 ગ્રામ પંચાયતોની મત ગણતરી ચાલુ જ હતી.નિઝર તાલુકામા પીપલોદ ગ્રામ પંચાયતના પ્રેમિલાબેન મચ્છીન્દ્રભાઈ ઠાકરેને 478 મત મળેલ છે જેમને સૌથી વધુ મત મળેલ હોવાથી સરપંચ તરીકે જાહેર કરવામા આવ્યા હતા.

કોટલીબ્રુદક ગ્રામપંચાયતમા રતિલાલ ઠાકરેને સૌથી વધુ 964 મત મળતા સરપંચ તરીકે જાહેર કરવા મા આવ્યા હતા. આડદા ગ્રામ પંચાયતમા લક્ષમણભાઈ પાડવી સૌથી વધુ 649 મત મળતા સરપંચ તરીકે જાહેર કરવામા આવ્યા હતા જૂની ભીલભવલી ગ્રામપંચાયતમા સુરજભાઈ પાડવીને સૌથી વધુ 415 મત મળતા સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા મુબારકપુર ગ્રામપંચાયતમા જમુનાબેન મોરેને સૌથી વધુ 549 મત મળતા સરપંચ તરીકે જાહેર કરવા માં આવ્યા હતા.રાયગઢ ગ્રામપંચાયતમા શરદભાઈ નાઈકને સૌથી વધુ 2258 મત મળતા સરપંચ તરીકે જાહેર કરવામા આવ્યા હતા.

વાંકા ગ્રામપંચાયતમા સુશીલાબેન પાડવીને સૌથીવધુ 868 મત મળતા સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.કુકરમુંડા તાલુકામા ચિરમટી ગ્રામ પંચાયતમા સરપંચના ઉમેદવાર તરીકે વિલાસભાઈ પાડવીને 299 મત સૌથી વધુ મળેતા સરપંચ તરિકે જાહેર કરવામા આવ્યા હતા. ચોખી આમલી ગ્રામપંચાયત રવિદાસભાઈ પાડવીને સૌથી વધુ 1295 મત મળેતા સરપંચ તરીકે જાહેર કરવા મા આવ્યા હતા.

બહુરૂપા ગ્રામ પંચાયતમા રંજનાબેનને સૌથી 585 મત મળતા સરપંચ તરીકે જાહેર કરવામા આવ્યા હતા. બાલ્દા ગ્રામ પંચાયતમા મંજુલાબેન ઠાકરેને સૌથી વધુ 1031 મત મળતા સરપંચ તરીકે જાહેર કરવામા આવ્યા હતા.સદગવાણ ગ્રામ પંચાયતમા મીનાબેન કુંવરને સૌથી વધુ 466 મત મળતા સરપંચ તરીકે જાહેર કરવામા આવ્યા હતા. બને તાલુકામા આગળ મત ગણતરીની પ્રકિયા મોડી રાત સુધી ચાલુ જ રાખવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...