ભ્ર્ષ્ટાચાર:બાલદા ગામે ગણતરીના વર્ષ પહેલા જ બનેલા સીસી માર્ગમાં મોટી તિરાડો પડી

કુકરમુંડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પટેલ ફળિયામાં બનેલા માર્ગ વ્યાપક ભ્ર્ષ્ટાચાર થયાની સ્થાનિકોની રાવ

તાપીના કુકરમુંડા તાલુકામા આવેલ બાલદા ગ્રામ પંચાયતના પટેલ ફળિયા મા આશરે વર્ષ 2017/18 મા 14મા નાણાંપંચ અંતર્ગત લાખોના ખર્ચે કોન્ટ્રાકટર દ્વારા અશોકભાઈ ગોપાલ ભાઈ પટેલના ઘરથી સુભાષભાઈ દશરથભાઈ પટેલના ઘર તરફથી જતા સી.સી. રસ્તા ઉપર મોટા મોટા તિરાડો પડી ગયા છે.ચાર જ વર્ષમા સી.સી.મા તિરાડો પડી જાય એ કેટલું યોગ્ય કહેવાય.લેભાગુ કોન્ટ્રાકટર દ્વારા હલકા કક્ષાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર કર્યું હોય તેમ કહેવાય તો નવાઈ નહી.

બાલદા ગામમાં 14મા નાણાંપંચ અંતર્ગત ચાર વર્ષ પહેલા પટેલ ફળિયા મા સી.સી.રસ્તાનું કામગીરી કરવા માટે સ્થાનિક તંત્ર દ્વારા કોન્ટ્રાકટરને સોંપવા મા આવ્યું હતું.જેમાં કોન્ટ્રાકટર દ્વારા સી.સી. રસ્તો બનાવવા આવેલ છે તે ચાર જ વર્ષમા રસ્તા ઉપર મોટા મોટા તિરાડો જોવા મળી રહયા છે. રસ્તામા કોન્ટ્રાકટર દ્વારા રસ્તો બનાવતી વખતે લોખંડના સળિયાનો ઉપયોગ નહી કર્યો હોય તેમ ખુલ્લું જણાઈ આવે છે. જેથી આ રસ્તા ઉપર મોટા ભાગમા તિરાડો પડેલા જોવા મળી રહયા છે.

બાલદા ગામમાં જે તે સમયે નાણાંપંચ અંતર્ગત લાખોના ખર્ચે બનાવવામા આવેલ સી.સી.રસ્તોમા કોન્ટ્રાકટર દ્વારા હલકા કક્ષાનું મટેરીયલ વાપરીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચારમા આવ્યું હોય તેમ લાગી રહયું છે. સરકાર દ્વારા ગામમા વિકાસના કામો માટે વિવિધ યોજના ઓમાથી લાખોની ગ્રાંટ ફાળવામાં આવી રહી છે.પરંતુ અમુક લેભાગુ કોન્ટ્રાકટર દ્વારા હલકા કક્ષાનું મટેરીયલ વાપરીને વિકાસના કામોમા ભ્રષ્ટાચાર કરતા હોય છે.બાલદા ગામમાં આશરે ચાર વર્ષ પહેલા 14 મા નાણાંપંચ અંતર્ગત બનેલ સી.સી. રસ્તામા મોટા મોટા તિરાડો પડી ગયા હોય તે કેટલું યોગ્ય કહેવાય, બાલદા ગામમા બનેલ સી.સી.રસ્તો સળિયા વગરનો બન્યો હોય તેમ ખુલ્લું જણાઈ આવે છે.

વર્ષ 2017/18 માં રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું
આ બાબતે બાલદા ગ્રૂપ ગ્રામ પંચાયતના સરપંચ રવિન્દ્રભાઈ પાડવીનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે પટેલ ફળિયામા જે સી.સી. રસ્તો બનાવવામાં આવેલ છે તે. વર્ષ 2017/18 મા 14મા નાણાપંચ અંતર્ગત કોન્ટ્રાકટર દ્વારા બનાવવા આવેલ છે.

‘રસ્તા ચાર-પાંચ વર્ષમાં ડેમેજ થઇ જ જતા હોય છે’
આ બાબતે કુકરમુંડા તાલુકા પંચાયત ના બાંધકામ શાખાના એન્જીનીયર બી.એ.રાણાનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે સીસી રસ્તાઓ ચાર-પાંચ વર્ષમા ડેમેજ થઇ જ જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...