તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વણઉકેલ્યો પ્રશ્ન:નિઝરમાં એસટીની અછત, વિદ્યાર્થીઓ પદયાત્રા કરવા મજબૂર

કુકરમુંડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
અેસટી બસ ન મળતા પગપાળા વેલદા ટાંકી સુધી પહોંચેલા વિદ્યાર્થીઓ, જ્યાથી ખાનગી વાહનમાં ઘરે પહોંચ્યા હતા. - Divya Bhaskar
અેસટી બસ ન મળતા પગપાળા વેલદા ટાંકી સુધી પહોંચેલા વિદ્યાર્થીઓ, જ્યાથી ખાનગી વાહનમાં ઘરે પહોંચ્યા હતા.
  • નિઝરમાં વિદ્યાર્થીઓ માટે એસટી ન ફાળવાતાં બસમાં બેસવાની જગ્યા તો દુર ઉભા પણ રહેવા મળતું નથી
  • ગત ગુરૂવારે પણ બસ ન મળતાં વિદ્યાર્થીઓએ લાંબી પદયાત્રા કરી ખાનગી વાહન પકડ્યા

તાપી જિલ્લામા આવેલ નિઝર તાલુકામાં બસના અભાવે વિધાર્થીઓ સમયસર શાળા, કોલેજોમા પહોચી શકતા નથી.અને સાંજે પણ બસ નહીં મળતા વિધાર્થીઓ ચાલતા જવા માટે મજબુર બનતા હોય છે તેમ છતાં પણ જવાબદાર તંત્ર નિઝર થી સોનગઢ તરફ જતી નવી બસની ફાળવણી કરી આપવામાં આવતી નથી બસની સુવિધા પુરી પાડવા અંગે ગત દિવસોમા લેખિત રજૂઆત છતાં બસની ફાળવણી કેમ ? કરવામાં આવી નથી.તે ચર્ચાનો વિષય બન્યો છે.

નિઝરથી સોનગઢ તરફ જતી સાંજ ના સમયે બે બસો ઉપડતી હોય જેમાં મોટા પ્રમાણમાં મુસાફરો નૌકરીઆત વર્ગના કર્મચારીઓથી ભરાયા જતા બસો ફૂલ થઇ જતી હોવાના કારણે વિધાર્થીઓ બસોમા બેસવાનું તો દૂર ઉભા રેહવાની પણ જગ્યા મળતી નથી.જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત છતાં પણ આંખ આડા કાન કરી રહ્યું છે.નિઝરથી પશ્ચિમ દિશામાં આવેલ ગામડાઓ માંથી મોટા ભાગના ગામડા ઓના વિધાર્થીઓ અભ્યાસ કરવા માટે નિઝર અને વેલ્દા ખાતે આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે આવતા હોય છે.

ગત દિવસોમા બસની અપૂરતી સુવિધા હોવાથી નિઝર મામલતદારને નવી બસ ફાળવણી કરવા અંગે સરપંચો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. છતાં બસ નહીં ફાળવાતા ગત દિવસોમા નિઝર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચાલતા વેલ્દા ટાંકી આવા નીકળ્યા હતા. આખરે વાલીઓ દ્વારા વેલ્દા ટાંકીથી ખાનગી વાહનોમાં વિધાર્થીઓને ઘરે લઇ ગયા હતા.

ગત ગુરુવારના રોજ પણ વેલ્દા ખાતે આવેલ ઉત્તર બુનિયાદીમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને બસમાં જગ્યાના અભાવે વેલ્દા ખાતે બસ ઉભી ન કરતા વેલ્દા ટાંકી સુધી ચાલતા આવ્યા હતા. અને ત્યાં થી સાંજના સમયે સાયલા અને ખનોરા જેવા ગામના વિધાર્થીઓ ખાનગી વાહનોમાં બેસીને ઘરે પહોચ્યાં હતા.બસની સુવિધાઓ નિઝરમાં તાલુકામાં અપૂરતી હોવાના કારણે વિધાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર પડી રહી છે. જેથી નિઝર થી રૂમકીતલાવ સુધી સવાર સાંજ વિધાર્થીઓ માટે નવી બસ ફાળવામાં આવે તે જરૂરી બન્યું છે.

સોમવારથી નવી બસ ફાળવવાની ધરપત અપાઇ
આ બાબતે નિઝર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સુહાગભાઈ પાડવીનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે ફોન પર મારી વાત સોનગઢ ડેપો મેનેજર મનોજભાઈ સાથે થઇ છે. તેમણે સોમવારથી નવી બસની ફાળવણી કરવા અંગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...