કુકરમુંડા તાલુકામા આવેલ બાલદા ગામની બાજુમાંથી પસાર થતો જાહેર રસ્તાની બાજુમાં ખુલ્લી ગટર લાઈન ના ગંદા અને દુર્ગંધવાળા પાણીથી તેમજ ગામમાં ગંદા પાણીના નિકાલ માટે પાકી ગટર લાઈનના અભાવે થતી ગંદકી તેમજ ગંદા અને દુર્ગધવાળા પાણીથી ગામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહી છે. બાલદા ગામમા અગાઉ સિમેન્ટના પાઇપ લાઈનની ગટર બનાવવામા આવેલ છે તે પણ શોભાના ગાંઠિયા સમાન છે. અમુક જગ્યાએ પાઇપો ઉપર જ મુકેલા હોવાથી ગંદા પાણીનું નિકાલ થતું નથી.
જેથી ગામમાં ગંદકીનું સામ્રા જ્ય જોવા મળી રહયું છે ગામજનોમાં ખુલ્લી ગટર ઠેરઠેર ગંદકી તેમજ ગંદા અને દુર્ગંધવાળા પાણીથી જીવલેણ રોગ ચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ ? એવો પ્રશ્ન સ્થાનિકોમાં ઉઠવા પામ્યો છે. સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચલાવવા મા આવે છે. અને બીજી તરફ ગામમાં પાકી ગટરનો અભાવ જોવા મળી રહયો છે.છેવાડાના ગામડાઓને વિકાસના પંથે લઇ જવા માટે સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત લાખો, કરોડોની રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવે છે.
પણ ગામડાઓ સરકારના લાખોની ગ્રાન્ટનો સદ ઉપયોગ થતું નથી તેમ કહેવાય તો નવાઈ નહી. કુકરમુંડાના બાલદા ગામમાં પાકી ગટર અભાવ જોવા મળી રહી છે.ગામમા ઠેર ઠેર ગંદકી થઇ રહી છે. તો બીજી તરફ ગામની બાજુમાંથી પસાર થતો જાહેર રસ્તાની બાજુમા આવેલ અને ઘરોના આંગણામાં ખુલ્લી ગટર લાઈનનું ગંદુ અને દુર્ગધવાળા પાણીથી લોકો હેરાન પરેશાન થઇ રહયા છે.
બાલદા ગામમા પાકી ગટરના અભાવે ઠેરઠેર ગંદકી અને ખુલ્લી ગટરના ગંદા અને દુર્ગંધવાળા પાણીથી મચ્છરોઓ નું ઉપદ્રવ વધી રહયો છે.જેના કારણે આવનાર સમયમાં ગ્રામજનોમાં ડેન્ગ્યુ, ઝેરી મલેરિયા તાવ,ઝાડા,ઉલ્ટી,જેવી અનેક પ્રકારના જીવલેણ રોગચાળો ફાટી નીકળે તેમ છે.ગામમાં જીવલેણ રોગચાળો ફાટી નીકળતા પહેલા જવાબદાર તંત્ર બાલદા ગામમાં ઠેરઠેર થયેલી ગંદકી દૂર કરાવે અને ગામમાં પાકી ગટર બનાવે તે જરૂરી બન્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.