ખેડૂતો આર્થીક રીતે પગભર બન્યા:વેલ્દા ગામમાં કોરોડોના ખર્ચે બનેલી ઉદ્દવહન સિંચાઈ યોજના થકી ખેડૂતો વર્ષમાં ત્રણ વખત પાક લેતા થયા

કુકરમુંડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિઝરના વેલ્દા ગામ ખાતે કોરોડોના ખર્ચે બનેલ ઉદ્દવહન સિંચાઈ યોજના મારફતે ખેડૂતોઓ એક વર્ષમાં ત્રણ વખત અલગ અલગ પાક લેતા થયા - Divya Bhaskar
નિઝરના વેલ્દા ગામ ખાતે કોરોડોના ખર્ચે બનેલ ઉદ્દવહન સિંચાઈ યોજના મારફતે ખેડૂતોઓ એક વર્ષમાં ત્રણ વખત અલગ અલગ પાક લેતા થયા
  • ત્રણ અલગ અલગ પાકો લઇ આદિવાસી વિસ્તારના ખેડૂતો આર્થીક રીતે પગભર બન્યા

તાપીના નિઝર તાલુકામાં આવેલ વેલ્દા ગામ ખાતે આ વિસ્તારના ખેડૂતોઓને બારે માસ ખેતીમાં સિંચાઈ મળી રહે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા કોરોડોના ખર્ચે આશરે વર્ષ 2011 થી 2012માં ઉદ્દવહન સિંચાઈ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સિંચાઈ યોજના 2013થી કોન્ટ્રાકટ મારફતે ત્રણ વર્ષ સુધી ખેડૂતોઓને સાથે રાખીને ચલાવવામાં આવેલ ત્યાર પછી વેલ્દા ગામના ખેડૂત મંડળીને સોંપવામાં આવી હતી. આ વિસ્તારમાં ઉદ્દવહન સિંચાઈ યોજના આવતા ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં એક વર્ષમાં ત્રણ વખત અલગ અલગ પાક વાવેતર કરીને પાક ઉપજ લેતા હોય છે. જેથી અહીંના ખેડૂતોને ઉદ્દવહન સિંચાઈ યોજના આવતા ખેડૂતો આર્થિક રીતે ઉપર આવ્યા છે.ઉદ્દવહન સિંચાઈ યોજનાનું પાણી 24કલાક મળી રહેતા આ વિસ્તારના ખેડૂતોઓમાં ખુશીનો માહોલ હોવાનું જણાવે છે.

વેલ્દા ખાતે આવેલ ઉદ્દવહન સિંચાઈ યોજના આશરે 12, કિલોમીટરના હદ વિસ્તારમાં આવેલ છે.સિંચાઈ યોજના 1,2,3 મારફતે આશરે 600 થી 700 હેકટરને પાણી આપવામાં આવે છે. જેમાં વેલ્દા ગામના દરેક સમાજના ખેડૂતોઓની જમીન આજુ બાજુના ગામોની સીમમાં આવેલ તેવા અનેક ખેડૂતોને પણ સિંચાઈનું પાણી આપવામાં આવે છે. ઉદ્દવહન સિંચાઈ યોજના 24 કલાક ચાલુ રાખવામાં આવે છે. જેમાં એક દિવસમાં આશરે 25 થી 30 એકરને સિંચાઈ મળી રહી છે.

સિંચાઈ યોજનાનું પાણી પોહચાડવા માટે ઉદ્દવહન સિંચાઈ યોજનામાં 1,2, માં 65 HP ની મોટર મુકવામાં આવેલ છે તેમજ 3, માં 75 HP ની મોટર મુકવામાં આવેલ છે. આ વિસ્તારના ખેડૂતો અનેક પાકોનું વાવેતર કરતા હોય છે. ઉદ્દવહન સિંચાઈ યોજના અંતર્ગત ખેડૂતોઓને ખેતીમાં સિંચાઈ માટે એક કલાકના પહેલા 55, રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ કેટલા સમયથી કલાકના 40, રૂપિયા લેવામાં આવે છે.જેથી ખેડૂતોઓને ઉદ્દવહન સિંચાઈ યોજનાનું પાણી સસ્તું અને પૂરતા પ્રમાણમાં તેમજ સમયસર મળી રહેતા ખેડૂતોઓમાં ખુશી જોવા મળી રહ્યો છે.

નિઝર તાલુકાના વેલ્દા ગામે કાર્યરત સિંચાઇ યોજનાનો પ્લાન્ટ
આ બાબતે વેલ્દા ખાતે આવેલ ઉદ્દવહન સિંચાઈ યોજનાનું સંચાલન કરતા ખેડૂતો મંડળીના પ્રમુખ અંબાલાલભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઉદ્દવહન સિંચાઈ યોજના ચાલુ થતા આ વિસ્તારના દરેક સમાજના નાના મોટા અને સીમાંત ખેડૂતો એક વર્ષમાં ત્રણ વખત અલગ અલગ પાક ઉપજ લેતા હોય છે. જેથી ખેડૂતો ઓ આર્થિક રીતે ઉપર આવ્યા છે.

ઉદ્દવહન સિંચાઈ યોજના આવી ન હતી તેના પહેલા આ વિસ્તાર ના ખેડૂતો આશરે એક હજાર ફૂટ સુધી બોર કરાવતા હતા તેમ છતાં ખેતરોમાં હરિયાળી જોવા મળતી ન હતી.અને અનેક ખેડૂતો વરસાદી આધારિત જ વર્ષમાં એક વખત પાક ઉપજ લેતા હતા.પરંતુ હવે બારે માસ આ વિસ્તારના ખેતરોઓમાં હરિયાળી જોવા મળી રહી છે વર્ષમાં બે થી ત્રણ વખત પાક ઉપજ ખેડૂતો લઇ રહયા છે.

અન્ય સમાચારો પણ છે...