ખરીદ વેચાણ:પાટી ગામે એક બળદની જોડીની કિંમત 1.30 લાખ સુધી પહોંચી, ખરીદી માટે આવ્યા 3 રાજ્યના ખેડૂતો

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હનુમાન જયંતીથી શરૂ થતો મેળા 3 દિવસ ચાલે છે - Divya Bhaskar
હનુમાન જયંતીથી શરૂ થતો મેળા 3 દિવસ ચાલે છે

કોરોનાના કારણે 2 વર્ષ સુધી બંધ રહ્યા બાદ તાપી જિલ્લાના કુકરમુડા તાલુકાના ફુલવાડી ગામમાં ત્રણ દિવસ સુધી બળદની ખરીદી વેચાણ માટેનો મેળો ભરાય છે. જેમાં કટલાક સારી પ્રજાતિના બળદની જોડી કિંમત લાખો રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. ત્રણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ખરીદ વેચાણ થયું હતું.

ખેતીના સાધાનોનું પણ વેચાણ
મેળામાં આ વર્ષે એક બળદની જોડીની કિંમત આશરે 20 થી 30 હજારથી શરૂ થઇ હતી. જે 1,30,000 સુધીનો બળદ જોડીની કિંમત બોલાઈ હતી. આ મેળામાં બળદની ખરીદ -વેચાણ થાય છે. બીજી તરફ ખેતી વાળીને લગતા સાધનો અને જીવન જરૂરિયાત વસ્તુઓનું મેળામાં ખરીદ વેચાણ થતું હોય છે. ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ખેડૂતો ત્રણ દિવસ સુધી આ મેળામાં ભાગ લે છે, અને ખરીદ વેચાણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...