ક્રાઇમ:મોરંબામાં પાડોશીએ યુવકને જમીન પર અફાડી દેતાં મોત, હુમલો કરનારા 3ને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા

કુકરમુંડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં સમાવેશ મોરંબા ગામના વચલું ફળિયાના રહેવાસી ખેત-મજૂરી કરીને કુટુંબ પરિવારનું જીવન ગુજરાન ચલાવનાર રૂપસિંગભાઇ રાન્યાભાઇ વળવીને ગતરોજ પાડોશીઓ અજબસિંગભાઇ રામાભાઇ વળવી,વિશાલભાઇ અજબસિંગભાઇ વળવી અને અરુણાબેન અજબસિંગભાઇ વળવી વગેરેએ ઢીકા મુક્કીનો મારમારી અને પકડીને જમીન ઉપર અફાડી દેતા મોત નિપજાવ્યું હોવા અંગેની ફરિયાદ મરણ જનારની પત્નીએ નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

નિઝર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર કુકરમુંડા તાલુકાના મોરંબા ગામના વચલું ફળિયાના રહેવાસી ખેત-મજૂરી કરીને કુટુંબ પરિવારનું જીવન ગુજરાન ચલાવનાર 45 વર્ષીય રૂપસિંગભાઇ રાન્યાભાઇ વળવીને પાડોશના રહેવાસીઓ અજબસિંગભાઇ રામાભાઇ વળવી, વિશાલભાઇ અજબસિંગભાઇ વળવી અને અરુણાબેન અજબસિંગભાઇ વળવી નાઓએ ફરિયાદીને જણાવેલ કે “તું મારી પતિ સાથે કેમ સંબંધ રાખી વાતચીત કરે છે” તેવું કહેતા મરણ જનાર સ્થળ ઉપર જ હાજર હોય તે દરમ્યાન ત્રણે આરોપીઓએ ઢીકા મુક્કીનો માર મારી જતા રહયા હતા.

ત્યાર પછી આરોપીઓનું રેતીનું ટ્રેક્ટર જે તેમના ઘરના બાંધકામ માટે મરણ જનારના ઘર આંગણામાંથી લઇ જતા હોય અને આરોપીઓ ત્યા હાજર હોય ત્યારે મરણ જનાર આરોપીઓને કહેવા લાગેલ કે “તમે અમારી સાથે ઝગડો કરો છો એટલે અમારા ઘરના આંગણામાંથી રેતીનું ટ્રેક્ટર લઇ જશો નહી બીજા કોઈ રસ્તેથી રેતીનું ટ્રેક્ટર લઇ જાઓ “ જેથી આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને એક બીજાની મદદગારી કરી મરણ જનારને ઢીકા મુક્કીનો મારમારી પકડીને જમીન ઉપર અફાડી દેતા જેને સારવાર માટે મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતે ખાનગી દવાખાને લઇ ગયા હતા.

​​​​​​​દવાખાના ફરજ પરના ડોક્ટરે તપાસ કરી અને મૃત જાહેર કર્યા હોવા અંગે મરણ જનારના પત્ની અરુણાબેન રૂપસિંગભાઇ રાન્યાભાઇ વળવી દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.નિઝર પોલીસ દ્વારા ત્રણે આરોપીઓને ગણતરીના કલાકોમા જ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...