હુમલો:સરવાળામાં અમારૂ બળદ ગાડું કેમ ઉધું વાળી દીધુ, કહેતાં માથાભારે ઇસમોએ માર માર્યો

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરની પાછળ મુકેલું બળદ ગાડું માથે ભારે ઇસમોએ જગ્યા પોતાની હોવાનું કહી ઉંધુવાળી દીધું

નિઝર તાલુકાના સરવાળા ગામે ઘરના પાછળના ભાગે ખુલ્લી જગ્યામા બળદ ગાડું મુકતા ગામના જ 2 ઇસમોએ ખસેડીને બીજી જગ્યા ઉપર મૂકી દીધું હતું. જેથી ગાડાનો માલિક ફરિયાદ કરવા જતાં બંને માથા ભારે ઇસમોએ ફરિયાદી અને તેમના પરિવારને લાકડીના સપાટા મારી ફેક્ચર કરી ઇજા પહોંચાડી હતી. સરવાળા ગામના રહેવાસી વિનોદભાઈ ના પોતાનું બળદ ગાડું કિરીટભાઈના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામા મુકેલ હતું. જે જગ્યા અમારી છે તેમ કહી માથા ભારે ઇસમોએ બળદ ગાડું ત્યાંથી ખસેડીને બીજે મૂકી દીધેલ જેથી ફરિયાદીની પત્ની કુસુમબેન વિનોદભાઈ રાજેશ ભાઈને કહેલ કે અમારૂ બળદ ગાડું કેમ ખસેડી દીધેલ છે.

તેમ કહેતા બને માથા ભારે ઇસમો ગુસ્સે થઇ ઉશ્કેરાય જઈ કુસુમબેન તથા વિનોદભાઈ તથા સોમજીભાઈને નાલાયક ગાળો બોલી બોલાચાલી કરીને બળદ ગાડું ઉંધુવાળી દીધેલ હતું. ફરિયાદી જે તે વખતે ઘરે ના હોય તે ઘરે પતર ફરતા તેમના પિતા સોમજી ભાઈ દ્વારા બનાવ અંગેની વાત કરતા ફરિયાદીએ બને માથા ભારે ઇસમોને અમારૂ બળદ ગાડું કેમ ઉંધુવાળી દીધેલ છે જ્યાં હતું ત્યાં બળદ ગાડું સરખું મૂકી દો તે જગ્યા તમારી નથી પંચાયતની જગ્યા છે.

તેમ કહેતા માથા ભારે ઈસમ રાજેશભાઈએ લાકડીનો સપાટો ફરિયાદીને ડાબા કાન પાસે માથાના ભાગે મારી ઇજા પહોંચાડી તથા ફેક્ચર કરી તથા તેમની પત્ની કુસુમબેન છોડવવા જતા માથા ભારે ઈસમ ભગવાનભાઈએ ફરિયાદીના પત્નીને કમરના ભાગે તેમજ નયન વિનોદભાઈને પીઠના ભાગે લાકડીના સપાટો મારી ઇજા પહોંચાડી હતી.

ફરિયાદની માતા સીતાબેન સોમજી ભાઈનાઓને માથા ભારે ઈસમ રાજેશ દ્વારા લાકડીના સપાટો જમાના હાથે મારી ફેક્ચર કરી ઢીકમુક્કીનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદી વિનોદભાઈ સોમજી ભાઈ દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમા બને માથા ભારે ઇસમો સામે ગુનો નોંધાવ્યો છે. જે અંગે વધુ તાપસ નિઝર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.જે. પુવાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...