અનાજ કૌભાંડ:કુકરમુંડાના ડોડવામાં ટ્રકમાં ભરીને ગેરકાયદે લઈ જવાતું અનાજ ઝડપાયું

કુકરમુંડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડોડવા ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમ્યાન ટ્રકમા ભરીને ગેર કાયદેસર લઈ જવા તો અનાજનો જથ્થો ઝડપાયો. - Divya Bhaskar
ડોડવા ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમ્યાન ટ્રકમા ભરીને ગેર કાયદેસર લઈ જવા તો અનાજનો જથ્થો ઝડપાયો.
  • મહારાષ્ટ્ર રાજ્યના નલગવાણ તરફ જતી ટ્રકમાં 28,865 ટન અનાજ હતુ

તાપીના કુકરમુંડા તાલુકામાં આવેલ ડોડવા ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમ્યાન ગત રોજ વહેલી સવારના આશરે 4:20 કલાકે ટ્રકમાં આશરે 28,865 ટન અનાજનો જથ્થો ભરીને કુકરમુંડા તરફથી મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબારના નલગવાણ તરફ જતી ટ્રકને ઝડપી પાડી હતી.

મળતી માહિતી કુકરમુંડા પોલીસ મોબાઇલ સાથે અ.પો.કો.અનિલભાઇ ઇન્દ્રસિંગભાઇ બ.નં.૦૧૫૯ નાઓ તેમજ અન્ય પોલીસ કર્મી અને જી. આર.ડીના જવાનો સાથે મોજે ડોડવા ગામે આવેલ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરતા હોય ત્યારે વહેલી સવારના આશરે ૦૪: ૨૦ કલાકે કુકરમુંડા થી નલગવાણ(મહારાષ્ટ્ર) તરફ જતી હોય એક ટ્રક ચાલાક પોતાના કબજાની ટ્રકને શંકાસ્પદ રીતે ચલાવી લાવતો હોય જેને હાથ તેમજ લાઇટના ઇશારાથી રોકવા જણાવતા સદર ટ્રક ચાલકે પોતાની ટ્રેકને રોડની સાઇડમાં ઉભી કરેલ ચાલકને નામ ઠામની પુછપરછ કરતા પોતાનું નામ અંકુશભાઈ ગજેબા ખેકાળે આ.ઉ.વ. વર્ષ ૨૦ ધંધો. ડ્રાઇવિંગ રહે. પેરજાપુર તા-ભોકરદન જી.જાલના (મહારાષ્ટ્ર) જણાવ્યું હતું.અશોક લેલેન્ડ ૧૪ પેંડા વાળું ટ્રકનં. MH- 21- BG-9058 ચાલકને પોલીસ દ્વારા પોતાની ટ્રકમાં શુ ભરેલ છે. તથા ક્યાંથી કયાં જવાનો છે. જે બાબતે પુછતા કોઇ સંતોષ કારક જવાબ ન આપેલ જેને વિશ્વાસ માં લઈ પુછપરછ કરતા પોતાની ટ્રકમાં ચોખા ભરેલા હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં અનાજનો જથ્થો ભરીને હૈદરાબાદ થી તા. ૧૭/૧૧/૨૦૨૧ ના રોજ અમદાવાદ તરફ લઈ જવા માટે નીકળેલ હોય તેવું ચાલક દ્વારા જણાવતો હોય ટ્રકમાં આશરે 28,865 ટન જેટલું અનાજનો જથ્થો જેમાં 50,કિલોની 600, ગુણ (બોરી) ભરેલ હોવાનું જણાવતો હોય સદર ઇસમને જથ્થા બાબતે આધાર પુરાવા માંગતા ચોખા બાબતે કોઇ પણ જાતના આધાર પુરાવા ન હોય અને ચોખા રેશનીંગના હોય તેવું જણાય આવતા ટ્રકને હાલ કાયદેસરની કુકરમુંડા આઉટ પોસ્ટ ખાતે રાખીને આગળની કાયદેસરની કાર્યવાહી અંગે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...