સમસ્યા:ગંગથા ગામની પાણી યોજના 3 મહિનાથી બંધ

કુકરમુંડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોને હવે માત્ર હેન્ડપંપનો સહારો

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલા ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ગંગથા ગામના દવાખાના ફળિયામાં સરવરસિંહભાઈ બાહદુરભાઈ વસાવેના ઘર પાસે સરકાર દ્વારા વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત લાખોના ખર્ચે પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જેથી ગામજનોને સમય સર અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે પરંતુ આશરે ત્રણેક મહિનાથી પાણીની સુવિધા જ બંધ હોવાથી પાણી માટે ગામજનો વખણા મારી રહ્યા છે. ગામમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત પાણી માટે બોર, સબ મર્સીબલ મોટર, પાઇપ લાઈન, નળ કનેકશન, સિન્ટેક્સ ટાંકી મુકવામાં આવી છે. પરંતુ સબ મર્સીબલ મોટર બળી જતા પાણી બંધ થયું હોવાનું ગામજનો દ્વારા જાણવા મળેલ છે.

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત બનેલી પાણીની સુવિધા આશરે ત્રણ મહિનાથી બંધ હાલત અંગે ગામજનો દ્વારા સરપંચને જાણ કરવામાં આવી હતી. સરપંચની મુલાકાત છતાં પણ પાણીની સુવિધાઓ ચાલુ નહિ કરતા આખરે ગામજનો દ્વારા બોરમાંથી સબ મર્સીબલ મોટર બહાર કાઢીને પોતના ખર્ચે મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતે રીપેરીંગમાં મોકલવામાં આવી છે. ઉનાળાની શરૂઆત થતા જ ગામજનો પાણી માટે વખણા મારી રહ્યા છે. ગામજનોનું જણાવ્યા મુજબ આ ટાંકીનું પાણી આશરે 100થી વધુ કુંટુંબને પીવા માટે ઘર વપરાશ અને પશુઓ માટે પૂરતા પ્રમાણમાં મળી છે પણ પાણી જ બંધ હોવાથી આ ફળિયાના લોકોઓ હેડપંપથી પાણી લાવી રહ્યા છે.

ગંગથા ગામમાં આશરે ત્રણ મહિનાથી બંધ પડેલ વનબંધુ કલ્યાણ યોજના ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચને જાણ છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામજનો દ્વારા પોતના ખર્ચે સબ મર્સીબલ મોટર કાઢીને રીપેરીંગમાં મુકવામાં આવી છે. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં લોકો કિંમતી વોટ આપીને સરપંચ બનાવતા હોય છે. અને ગામના લોકોની સમસ્યા દૂર નહિ થાય તે કેટલું યોગ્ય કહેવાય તેવી ચર્ચાઓ ગામજનોમાં થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...