સફાઇની માગ:હિંગણી પાસે રસ્તા પાસેની ગંદકીથી રોગચાળાનો ભય

કુકરમુંડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાક ફાડી નાંખે તેવી ગંદકીથી ગ્રામજનો અને રસ્તા પરથી પસાર થનારા ત્રાહિમામ

નિઝર તાલુકાના હિંગણી ગામ પાસેથી પસાર થતો જાહેર રસ્તાની બાજુમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહયું છે. જે ગંદકીના સામ્રાજ્યથી રસ્તા પરથી પસાર થતા લોકો અને ગામજનોમાં જીવલેણ રોગચાળો ફાટી નીકળવાનો ભય લાગી રહયો છે. હિંગણી ગામ પાસે જાહેર રસ્તાની બાજુમા આવેલ ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણા સમયથી આ ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં પણ ગ્રામપંચાયતના જવાબદારો તેમજ તાલુકા પંચાયતના જવાબદાર તંત્ર ગંદકી દૂર કરવા અંગે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી.

સરવાળા અને વ્યાવલ ગામોઓને જોડતો જાહેર રસ્તો જે હિંગણી ગામ માંથી પસાર થાય છે અને એ જાહેર રસ્તાની બાજુમાં ગામનું ગંદુ પાણી એકત્રિત થઇ રહયું છે. તેમજ પ્લાસ્ટિકના કાગળના ઢોગલાથી ગંદકી થઇ રહી છે. ગંદા પાણીના નિકાલ માટે ગટરની પણ સુવિધા કરવામાં આવેલ નથી. તેમજ પ્લાસ્ટિકના ઢોગલાને દૂર કરવા માટે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી આ ગંદકીથી મચ્છરોનો ઉપદ્વવ પણ વધી રહયો છે.જાહેર રસ્તાની બાજુમાં આવેલ ગંદકીના લીધા રસ્તા પરથી પસાર થતા લોકો અને ગ્રામજનોને ઝેરી મલેરિયા તાવ,જેવા અનેક જીવલેણ બીમારીના શિકાર બની શકે તેમ છે.

સરકારની વિવિધ યોજના અંતર્ગત ગામના વિકાસ માટે લાખો કરોડોની ગ્રાન્ટ ફાડવામાં આવે છે.તેમ છતાં હિંગણી ગામ પાસે જાહેર રસ્તાની બાજુમાં એકત્રિત થઇ રહેલું ગંદા પાણીના નિકાલમાં જવાબદારોએ પાકી ગટરની સુવિધા પણ કરેલ નથી અને પ્લાસ્ટિકને ઢોગલાને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરી નથી.જેથી તાત્કાલિક ધોરણે હીંગણી ગામ પાસે જાહેર રસ્તાની બાજુમાં આવેલ ગંદકી જવાબદારો દૂર કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...