સુવિધા આપો:હથોડા ગામમાં ગટરના અભાવે ગંદુ પાણી રસ્તા પર

કુકરમુંડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુકરમુંડામાં આવેલ મટાવલ ગ્રૂપગ્રામ પંચાયતમાંના હથોડા ગામમાં ગટરના અભાવે ગંદકી. - Divya Bhaskar
કુકરમુંડામાં આવેલ મટાવલ ગ્રૂપગ્રામ પંચાયતમાંના હથોડા ગામમાં ગટરના અભાવે ગંદકી.
  • કુકરમુંડાની ગ્રુપગ્રામ પંચાયતના મટાવલમાં સમાવેશ હથોડામાં લોકો હેરાન

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ મટાવલ ગ્રૂપગ્રામ પંચાયતમાં સમાવેશ હથોડા ગામમાં ગટર લાઈન ના અભાવે રણજીતભાઈ મંશારામ ભાઈ પાડવીના ઘરથી સામાભાઈ વિઠ્ઠલભાઈ પાડવીના ઘર સુધી તેમજ મોતીભાઈ ધામુભાઈના ઘરથી અંકલ ભાઈ સાયસીંગભાઈના ઘર સુધીના ડામર રસ્તાઓ ઉપર ગામના લોકોનું ઘર વપરાશનું વેષ્ટ થયેલું ગંદુ પાણી અને વરસાદી પાણીનો ભરાવો થતા ગામના લોકો હેરાન પરેશાન થઇ રહયા છે.

હથોડા ગામમાં ગટરની સુવિધાના અભાવે હોવાના કારણે વરસાદી માહોલમાં ગામ લોકોનું ઘર વપરાશનું વેષ્ટ થયેલું ગંદુ પાણી અને વરસાદી પાણી ડામર રસ્તા ઉપર આવી જતા મચ્છરોનું ઉપદ્રવ વધી રહયો છે. જેના લીધે ગામજનોમાં જીવલેણ રોગ ફાટી નીકળવાનો ભય લાગી રહયો છે.

ગામના લોકોના પાણીનું નિકાલ કરવા માટે ગામમાં પાકી ગટર લાઈન સુવિધાઓ ન હોવાથી પાણી રસ્તા ઉપર આવી જાય છે. ગામમાં ભર ચોમાસામાં વરસાદી પાણી અને ગામ લોકોના ઘર વપરાશનું વેષ્ટ થયેલું ગંદુ પાણીનું નિકાલ નહી થતા ગામમાં બનાવેલ ડામર ઉપર પાણી આવી જતા રસ્તા ઉપરથી પસાર થતા લોકો તેમજ ફળીયાના લોકો અને ગામજનો હેરાન પરેશાન થઇ રહયા છે. જેથી વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન આપી હથોડા ગામમાં પાકી ગટર લાઈનની સુવિધાઓ તાત્કાલિક ધોરણે આયોજન કરાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...