રજૂઆત:ગામડામાં વિધવા મહિલાઓનો સર્વે કરીને અંત્યોદય કાર્ડ આપવા માગ

કુકરમુંડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુકરમુંડા તાલુકાના મામલતદારને આવેદન આપવામાં આવ્યું

તાપીના કુકરમુંડા તાલુકાના ગામડાઓમાં વસવાટ કરતા વિધવા મહિલાઓનો સર્વે કરીને તાત્કાલિક અંત્યોદય રેશન કાર્ડ આપવાની માંગણી સાથે નિઝર આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા કુકરમુંડા તાલુકાના મામલતદારને આવેદન આપ્યું છે, જેમાં જણાવ્યા મુજબ સરકારના પરિપત્ર તા.19/5/2014 પ્રમાણે કુટુંબના વડા વિધવા મહિલા હોય તેઓને ઠરાવેલ છે જે કુકરમુંડા તાલુકામાંથી ગામમાં વિધવા મહિલાઓનો સર્વે કરીને અંત્યોદય રેશનકાર્ડ આપવાની માગ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા કરવામાં આવી છે.

સરકારના માર્ગદર્શન હેઠળ અશકત વ્યક્તિઓને અંત્યોદય રેશનકાર્ડ આપવાની જોગવાઈમાં અંત્યોદય રેશનકાર્ડ આપતી વખતે ધ્યાનમાં લેવાની ટકાવારી સ્પષ્ટ કરવામાં આવે છે, જેમાં અસ્થિ વિષયક, દૃષ્ટિ વિષયક, મુકબધિર અને સેરેબ્રલ પાલ્સી સહીત 40 ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને \"વિકલાંગ\" (દિવ્યાંગ) તરીકેના લાભો મળવા પાત્ર હોવાથી યોજના હેઠળ અશક્ત વ્યક્તિઓને અંત્યોદયના રેશનકાર્ડ આપતી વખતે હવેથી ધોરણ અનુસરવાનું રહેશે. યોજના હેઠળ રાજ્ય માટે 8.128 લાખ કુટુંબોનો લક્ષયાંક નક્કી કરેલ છે.

અંત્યોદય યોજના હેઠળ રેશનકાર્ડ આપવા વિભાગ ના સંદર્ભ તળેના પત્રોથી સૂચના છે વિધવા અથવા બીમાર વ્યક્તિઓ કે અશકત વ્યક્તિ ઓ કે 60 વર્ષની ઉંમરની વ્યક્તિઓ કે જેમને જીવન નિર્વાહ માટેનું સાધન ન હોય અથવા સામાજીક આધાર ન હોય તેમજ એકલ સ્ત્રી કે એકલ પુરૂષ કુટુંબ ન હોય અથવા આધાર ન હોય તેવા કેટેગરીના લોકો જો બી.પી.એલ રેશનકાર્ડ ધારણ હોય તો અંત્યોદય યોજનાનું રેશનકાર્ડ આપવા , જેથી વિધવા મહિલાઓનો સર્વે કરી અંત્યોદય રેશનકાર્ડ આપવાની માગ સાથે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા મામલતદારને આવેદન આપવા આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...