કુકરમુંડા તાલુકાના મોરંબા ગામની સીમા વિસ્તાર માંથી પસાર થતો ફૂલવાડી થી ઈટવાઈ તરફ જતા રસ્તા થી જુના આશાપુર ગામ તરફ જતા ડામર રસ્તા ઉપર જીવલેણ ખાડો પડી જતા રસ્તા ઉપરથી પસાર થતા ખેડૂતોઓ મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલ આ ડામર રસ્તા ઉપર મસમોટો ખાડો પડી ગયો છતાં પણ જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
મોરંબા ગામની સીમમાંથી પસાર થતો સ્ટેટ હાઇવેથી જુના આશાપુર ગામ તરફ જતો ડામર રસ્તો 2019/20 માં મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત લાખોના ખર્ચે રસ્તા બનાવામાં આવેલ છે. આ ડામર રસ્તાનું બાંધકામ કરનાર એજન્સી દ્વારા રસ્તો બનાવતી વખતે હલકા કક્ષાનું મટેરીઅલ વાપરવામાં આવ્યું હોય તે ખુલ્લું જણાઈ આવે છે રસ્તા ઉપર પડેલ ખાડાથી કોઈ ખેડૂતોને જાનહાની થાય તો જવાબદાર કોણ ? તેવી ચર્ચાઓ સ્થાનિક લોકોઓ તેમજ ખેડૂતોઓમાં થઇ રહી છે.
મોરંબા ગામની સીમમાંથી જુના આશાપુર ગામ તરફ જતો ડામર રસ્તાની આજુબાજુ તેમજ આ વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂતોઓ માટે આ રસ્તો ખુબ જ ઉપયોગી બનતો હોય છે. જેથી મોટા ભાગના ખેડૂતોઓ ખેતી કામમાં વપરાતા ખેત અજારો લઇ આવવા કે લઇ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. તેમજ પાક ઉપજ પણ આ જ રસ્તે લઇ જતા હોય છે. ખેડૂતો માટે ઉપયોગી આ રસ્તા પર પડેલ જીવલેણ ખાડાનું જવાબદાર તંત્ર તાત્કાલિક પુરાણ કરે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.