અકસ્માતનો ભય:ફૂલવાડી પાસે માર્ગ પર પડેલી મોટા તિરાડ જોખમી

કુકરમુંડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેલ્દા ટાંકીથી ડોડવા જતો કરોડોના ખર્ચે બનેલા રસ્તા પરના ગાળા ફડચી પાસે રસ્તાના કિનારા ઉપર મોટા તિરાડ પડી જતા મુશ્કેલી વધી. - Divya Bhaskar
વેલ્દા ટાંકીથી ડોડવા જતો કરોડોના ખર્ચે બનેલા રસ્તા પરના ગાળા ફડચી પાસે રસ્તાના કિનારા ઉપર મોટા તિરાડ પડી જતા મુશ્કેલી વધી.
  • વેલ્દા ટાંકીથી ડોડવા જતાં રસ્તાને બે વર્ષ પણ પુરા નથી થયાને દશા બગડવા માંડી

તાપીના નિઝર તાલુકામાં આવેલ વેલ્દા ટાંકી થી કુકરમુંડા તાલુકાના ડોડવા સુધીનો કોરોડાના રૂપિયાના ખર્ચે બનાવેલા રસ્તાને આશરે બે વર્ષ પણ પૂર્ણ નહીં થયા અને એજ રસ્તા પર કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગામ ની સીમમાં આવેલ ગાળા ફડચીની બાજુમાં રસ્તા ઉપર મોટા તિરાડ પડી ગયા તેમજ ગાળા ફડચીના કિનારાએ મોટો ભુવો પડી જતા આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ મુસાફરોઓ સાથે મોટુ અકસ્માત થઇ શકે તો જવાબદાર કોણ ? તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.

વેલ્દા ટાંકી થી ડોડવા તરફ જતા રસ્તા ઉપર ગુજરાત,મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ માંથી 24 કલાક વાહન વ્યવહારનું અવર જવર ચાલુ રહે છે. તેમજ સ્થાનિક લોકોઓ પણ નાના મોટા વાહનો લઈને રાતને દિવસ રસ્તા પર થી પસાર થતા હોય છે.આ રસ્તા પર આવેલ ફૂલવાડી ગામની સીમમાં ગાળા ફડચી પાસે રસ્તાના કિનારા પર મોટા તિરાડ અને ફડચીના કિનારા પર મોટો ભુવો પડી જતા રાતના સમયે રસ્તા પરથી પસાર અજાણ્યા વાહન ચાલકો અને મુસાફરો સાથે મોટુ અકસ્માત સર્જાય શકે તેમ છે. રસ્તાને નવનીકરણ કરવા માટે સરકાર દ્વારા કોરોડો રૂપિયાની ગ્રાન્ડ ફાળવામાં આવી હતી.રસ્તાને નવનીકરણ કરવા બનાવવા તંત્ર દ્વારા એજન્સીને સોંપવા માં આવ્યું હતું જેમાં એજન્સી મારફતે રસ્તાનું કામ પૂર્ણ પણ કરી દેવામાં આવ્યું છે.

રસ્તાને આશરે બે વર્ષ પણ પૂર્ણ નહીં થયા.અને ફૂલવાડી ગામની સીમમાં આ રસ્તા ઉપર બનેલા ગાળા ફડચીની બાજુમાં મોટા તિરાડ જોવા મળી રહયા છે તેમજ ફડચીના કિનારા પર મોટો ભુવો પડી ગયેલ છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ તાપસ કરીને ગાળા ફડચીના બાજુમાં રસ્તાના કિનારે પડેલા તિરાડનું સમારકામ કરી ફડચીની કિનારા પર પડેલો ભુવોનું પુરાણ કરાવે તેવી માંગ વાહન ચાલોકો ઓમા ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...