તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિક લોકોમાં ભય:કુકરમુંડાના APMCની પાછળ ખેતરમાં દીપડો દેખાતા ભય

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દીપડો નજરે પડ્યો - Divya Bhaskar
દીપડો નજરે પડ્યો

તાપી જિલ્લાના કુકરમુંડામાં આવેલ APMCના કમ્પાઉન્ડ વોલની પાછળ શેરડીના ખેતરમાં ગતરોજ દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. ઘણા સમયથી કુકરમુંડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં દીપડાએ આંતક મચાવ્યો છે. દીપડાના ભયથી લોકો, ખેડૂતો કે મજૂરો, કે પશુપાલન કરતા લોકો ઘાસચારો લેવા કે ખેતરો કામકાજ અર્થે ખેતરોમાં જવા પણ ગભરાય રહ્યા છે.

કુકરમુંડા તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લામાં આવેલા સાતપૂળા પર્વતના જંગલોમાં રહેતા ખૂંખાર દીપડાઓ પાણીની કે ખોરાકની શોધમાં જંગલમાંથી ફરતા ફરતા કુકરમુંડાના હદ વિસ્તારઓમાં નીકળી આવતા હોય છે. કુકરમુંડાની સિમમાંથી તાપી નદી પસાર થતી હોય જેથી આવા ખૂંખાર વન્ય પ્રાણીને પાણી સરળતાથી મળી રહે છે અને તાપી નદી કિનારાઓ અડીને શેરડીના મોટા મોટા ખેતરો હોવાથી જંગલોમાંથી નીકળી આવેલા ખૂંખાર દીપડોને વસવાટ કરતા હોય છે. અને ખેડૂતોના પાલતુ પશુઓનું શિકાર કરીને પોતાનો ખોરાક પણ મેળવતા હોય છે.

કુકરમુંડાના જાગૃત નાગરિકોઓ દ્વારા જાણવા મળેલ છે. કુકરમુંડાના હદ વિસ્તારમાં આવા ખૂંખાર દીપડા ઓ આવી નીકળતા હોવાથી લોકોઓ ખેડૂતો, કે પશુપાલકોઓને ખેતરોમાં જોવા માટે ખુબ મુશ્કેલ બન્યું છે. ગત રોજ કુકરમુંડાના ગામ નજીક આવેલા શેરડીના ખેતરોમાં દીપડા દેખાતા સ્થાનિક લોકોમાં હજુ વધારે ભય જવા મળી રહ્યો છે.

આવા ખૂંખાર દીપડાઓથી કુકરમુંડા તાલુકાના લોકોને ક્યારે મુક્તિ મળશે તેવી ચર્ચા પણ લોકો મુખે થઇ રહી છે. કુકરમુંડા ખાતે APMC કમ્પાઉન્ડ વોલ પાછળ આવેલી શેરડીના ખેતરોમાં દીપડો ફરતો હોવા અંગેની જાણ કુકરમુંડા રહેવાસી અને જાગૃત નાગરિકએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...