આવેદન:નવું નેવાળા, કાવઠામાં મનરેગા અંતર્ગત રસ્તામાં ભ્રષ્ટાચાર

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેપ્યુટી સરપંચ, સભ્યો સાથે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું

નિઝર તાલુકામાં આવેલા ખોડદા ગ્રૂપ ગ્રામ પંચાયતમા સમાવેશ નવું નેવાળા અને જુના કાવઠા ગામમાં મનરેગા યોજના અંતર્ગત મેટલ રસ્તાઓની કામગીરી કરવામાં આવી છે. જેમાં કામગીરી કરનાર લેભાગું કોન્ટ્રાકટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા હોવા અંગે ગ્રૂપ ગ્રામ પંચાયત ખોડદાના ડેપ્યુટી સરપંચ જગદીશભાઈ તેમજ ગૃપ ગ્રામપંચાયતના ત્રણ સભ્ય અને ગામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગૃપ ગ્રામપંચાયતમાં સમાવેશ નવુંનેવાળા અને જુના કાવઠા ગામમાં મનેરેગા યોજના અંતર્ગત મેટલ રસ્તા બનાવાયા છે. સરકારની વેબ-સાઈટ પર ચાર મેટલ રસ્તાનું કામ પ્રગતિ પર છે એમ દર્શાવવામાં આવ્યુ છે. તેમાં ખોડદા ગૃપ ગ્રામ પંચાયતમાં કોન્ટ્રાકટર શરદભાઈ પાટીલ દ્વારા મનેરેગા યોજનામાં મેટલ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. તેમાં આ યોજના અંતર્ગત સ્થાનિકોને રોજગારી પુરી પાડવાની હોય છે પણ કોન્ટ્રાકટર દ્વારા મનમાની કરી એમના કાયમી મજૂરો લગાવીને સ્થાનિકોનો હક છિનવી લીધો છે.

વિકાસના નામે ફક્તને ફકત મેટલ રસ્તામાં એસ્ટિમેટ વગર માટી નાખી સરકારની તિજોરી સાફ કરવાનું કામ કરી રહ્યાં છે. 10/09 /2021નાં રોજ નવુ નેવાળા ગામના મજૂરોને ચાર સ્થળે જયાં કામના નામો દર્શાવેલ છે. ત્યાં 40 મજૂરો ખાલી રોડ પર ઉભા રાખીને ફોટા પાડવા ઉપયોગ કરાયો છે. ફોટા પાડીને 200 રૂપિયા પ્રમાણે રોજ ચુકાવાયા છે. કોન્ટ્રાકટરએ ખોડદા ગૃપ ગ્રામ પંચાયતમાં અનેક કામો કર્યા વિના બીલો ઉપાડી લેવાયા છે.

તેમના જ નામે પંચાયતનાં બેન્ક ખાતામાં ઉપાડની એન્ટ્રી છે. 14માં નાણાપંચ, એ.ટી. વી.ટી ગ્રાન્ટના કામો, મનેરેગા અંતર્ગત શૌચાલયોના કામો કરાયા તેમા શૌચાલયો એમને બનાવવાના હતા પરંતુ અધુરા રાખી સરપંચ અને તલાટીનાં મેણા પીપળામાં પુરૂ બીલ ઉપાડી લીધુ હતુ. આજે પણ તે શૌચાલયો અધુરા છેે.

બીજી એજન્સીએ પણ કામ કર્યુ છે, મટિરીયલનું બિલ બાકી
આ બાબતે શરદભાઈ પાટીલનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું. કે મારા સિવાય બીજી એજન્સીઓ પણ ખોડદા ગૃપ ગ્રામ પંચાયતમા કામ કરી ગઈ છે. એ એજન્સીના નામનો કેમ ઉલ્લેખ કરવામા આવ્યો નથી. વધુમાં જણાવ્યું હતું કે 14માં નાણાં પંચમા ગૃપ ગ્રામ પંચાયતને આશરે 12થી 14 લાખનું મટિરીયલ આપ્યું છે જેનું બિલ પણ મને મળેલ નથી.

અન્ય સમાચારો પણ છે...