ગંભીર આક્ષેપ:ઈટવાઈ ગૃપ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોને ફક્ત કાગળ પર બતાવીને ભ્રષ્ટાચાર

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માટી મેટલ નાખીને બીલ મંજૂર કરાવ્યા તેમજ મોટી ઉચાપત અંગે આવેદન

તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકામાં સમાવેશ ઈટવાઈ ગૃપ ગ્રામ પંચાયતમાં પાછલા પાંચ વર્ષથી આજદિન સુધી 14મા નાણાંપંચ અને 15મા નાણાંપંચ તેમજ મનરેગા યોજના અંતર્ગત વિકાસના કામોના ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરીને ફક્ત કાગળ ઉપર જ કામો બતાવીને મોટી રકમની ઉંચાપત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોવા અંગેના ગંભીર આક્ષેપો સાથે ગામજનોએ કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

ગ્રામજનો દ્વારા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ કુકરમુંડા તાલુકાના ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર પાછલા પાંચ વર્ષથી આજદિન સુધી 14મા નાણાંપંચ તેમજ 15મા, નાણાંપંચ મનરેગા યોજના અંતર્ગત વિકાસ માટે કરવાના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અને વિકાસના નામે ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પાસ કરીને ફક્ત કાગળ ઉપર જ કામો બતાવીને મોટી રકમની ઉંચાપત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. તેવા ગંભીર આક્ષેપો ગામજનોએ કર્યા છે. વધુ જણાવ્યું હતું કે પાછલા પાંચ વર્ષથી ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કરવાનું ચાલુ જ છે.

ઇટવાઈ ગામની અંદર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી અધિનિયમ અંતર્ગત ગોરજીભાઈના ખેતરથી માનસિંગભાઈના ખેતર સુધી માટી મેટલનું કામ કરવામાં આવ્યું છે, જેનો વર્ક કોડ નંબર 112600316/Rc/10... 121561 છે. એ રસ્તો પેહલાથી જ ડામરનો રસ્તો હતો અને એજ રસ્તા ઉપર માટી મુરમનું કામ કરી બીલો મંજૂર કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. ગામજનો દ્વારા ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલ તમામ કામોના સ્થળ તપાસ કરીને ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

એક ટીમ બનાવી સ્થળ તપાસ કરવામાં આવશે
આ બાબતે કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતની અરજી આવેલ છે, જેમાં તાલુકા કક્ષાથી એક ટીમ બનાવીને ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલ વિકાસના તમામ કામોનું સ્થળ તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...