તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેળસેળ:મોરંબાની રેશનિંગના દુકાનમાં નકલી ચોખા વિતરણ કરાયા હોવાની બૂમ

કુકરમુંડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુકુરમુંડાના મોરંબામાં રેશનિંગની દુકાનમાં ચેકિંગ કરી રહેલા અધિકારીઓ - Divya Bhaskar
કુકુરમુંડાના મોરંબામાં રેશનિંગની દુકાનમાં ચેકિંગ કરી રહેલા અધિકારીઓ
  • ગરીબોના કોળિયામાં મિલાવટ થયાની વધુ 1 ફરિયાદ6
  • ચોખા પ્લાસ્ટિકના હોવાથી લાભાર્થીઓની ફરિયાદ બાદ તંત્રનું ચેકિંગ

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામા સમાવેશ મોરંબા ગામ ખાતે આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક ગિરધરભાઈ ખાતર્યાંભાઈ નાઈક દ્વારા દુકાનમાંથી ગત 24/8/2021ના રોજ રેશનકાર્ડ ધારોકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તોરંદા ગ્રામ પંચાયતના ગોરાપાડા ગામના સાત જેટલાં રેશનકાર્ડ ધારોકોને આપવામાં આવેલ અનાજ માંથી ચોખામા શંકાસ્પદ પ્લાસ્ટિકના ચોખાનું મિશ્રણ જોવા મળતા ગોરાપાડા ગામના રેશન કાર્ડ ધારોકોએ કુકરમુંડા તાલુકાના નાયબ મામલતદાર પુરવઠા અધિકારીને મૌખિક જાણ કરતા તાત્કાલિક મોરંબા ગામ ખાતે સસ્તા અનાજની દુકાનની મુલાકાત કરી ગોરાપાડા ગામ ના રેશનકાર્ડ ધારોકોની પણ મુલાકાત કરી હતી.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મોરંબા ગામના સસ્તા અનાજના દુકાન મા સમાવેશ ગોરાપાડા ગામના રેશનકાર્ડ ધારોક જેવા કે પ્રભુભાઈ ફતુભાઇ વળવી,જહેરસિંગભાઈ જગત સિંગભાઈ પાડવી, નીતાબહેન કિરણ ભાઈ વળવી, વંદનાબહેન રસિક ભાઈ પાડવી, વાસુભાઈ ભાંગાભાઈ વળવી, પૂનમબેન સુનિલભાઈ પાડવી, જમના બહેન અમૃતભાઈ પાડવી, કુલ સાત જેટલાં રેશનકાર્ડ ધારોકોને સસ્તા અનાજના દુકાનમાંથી આપવામાં આવેલ ચોખામાં પ્લાસ્ટિકના શંકાસ્પદ ચોખા જોવા મળ્યા હતા.

આ બાબત ની મૌખિક જાણ કુકરમુંડા ઇન્ચાર્જ નાયબ મામલતદાર પુરવઠા અધિકારી ને થતા નાયબ મામલતદાર પુરવઠા અધિકારી દ્વારા મોરંબા ગામની સસ્તા અનાજની દુકાનની મુલાકાત લીધી લઇને ગોરાપાડા ગામના રેશનકાર્ડ ધારોકોનું રૂબરૂ મુલાકાત કરીને સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવેલ ચોખાનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં પ્લાસ્ટિકના શંકાસ્પદ ચોખા જવા મળી આવતા રેશનકાર્ડ ધારોકો ના જવાબ લઇ પંચકેસ બનાવીને આગળની કાર્યવાહી હાથ ધરવવામા આવી છે.

શંકાસ્પદ પ્લાસ્ટિકના ચોખા
શંકાસ્પદ પ્લાસ્ટિકના ચોખા

કેટલા ચોખા વિતરણ કરાયા એ અંગે વિગતો મંગાવાઇ
આ બાબતે કુકરમુંડા ઇન્ચાર્જ નાયબ મામલતદાર પુરવઠા અધિકારી નો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું.કે મોરંબા ગામની સસ્તા અનાજ ના દુકાનમાંથી ગોરાપાડા ગામના રેશન કાર્ડ ધારોકોને ચોખા આપવામાં આવ્યા હતા.જેમાં પ્લાસ્ટિકના ચોખા જોવા મળેલ હોવા અંગે મૌખિક રજૂઆત મળતા તાત્કાલિક દુકાનની મુલાકાત લઇ રેશનકાર્ડ ધારોકોની મુલાકાત લીધી હતી.ચોખા બદલી આપવા સસ્તા અનાજના દુકાનદારને જણાવવામા આવ્યું છે અને ચોખાનો કેટલો જથ્થો વિતરણ કરવામાં આવ્યો તેની વિગત માંગી છે.

ગોરપાડાના લાભાર્થીને ચોખા અપાયા
મોરંબા ગામમા આવેલ સસ્તા અનાજ ની દુકાનના સંચાલક ગીરધરભાઈ ખાતર્યાભાઈના પુત્ર ગિરીશભાઈએ આબાબતે ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું.કે ગોરાપાડા ગામના રેશનકાર્ડ ધારોકોને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે.

ચોખા પ્લાસ્ટિકના હોવાની ફરિયાદ
આ બાબતે તોરંદા ગ્રામ પંચાયતના સરપંચનું રૂબરૂ મુલાકાત કરતા જણાવ્યું હતું કે સસ્તા અનાજ દુકાનમાંથી આપવામાં આવેલ ચોખામા પ્લાસ્ટિકના ચોખાનું મિશ્રણ હોવા અંગે ગામના અને ગોરાપાડા ગામના લોકોએ જ અમને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...