રોગચાળાનો ભય:સદ્દગવાણ ગામમાં પ્રવેશતા જ દેખાય છે ઉકરડાની કતારો

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાના કિનારે જ ફેલાયેલી ગંદકીથી રોગચાળાનો ભય

કુકરમુંડા તાલુકાના સદ્દગવાણ ગામમાં પ્રવેશ કરવાનો મેન રસ્તાની બાજુમાં જ ગંદકીવાળા ઉકરડાના ઢગલાઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. આવનાર સમયમાં ગંદકી વાળા ઉકરડાના ઢોગલાઓથી સદ્દગવાણ ગામના લોકોઓ તેમજ રસ્તા ઉપરથી પસાર થતા લોકોઓમાં જીવલેણ રોગચાળો ફાટી નીકળે તેમ છે.

રસ્તાની બાજુમાં ગંદકીવાળા ઉકરડાના ઢોગલા ઓની લાંબી લાઇન હોવા છતાં પણ ગ્રામ પંચાયતના જવાબદારો કુંભકર્ણની નિંદ્રામાં.ઘણા લાંબા સમયથી રસ્તાની બાજુમાં આવેલ ગંદકીવાળા ઉકારડાના ઢોગલાઓને હટાવવા માટે સ્થાનિક જવાબદારો દ્વારા આજ દિન સુધી કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવેલ નથી.

ગામમાં આવેલ મધ્યમિક શાળાની સામે ગામમાં પ્રવેશ કરતા રસ્તાની બાજુમાં ગંદકીભર્યા ઉકારડાના ઢોગલામાંથી ખરાબ દુર્ગંધ આવવાથી રસ્તા ઉપરથી પસાર થતા લોકોઓ તેમજ ગામજનો હેરાન પરેશાન થઇ રહ્યા છે.તેમજ ઉકરાડાના ઢોગલાના કારણે મચ્છરોનું ઉપદ્રવ વધી રહ્યું છે. રસ્તાની બાજુ આવેલ ગંદકીવાળા ઉકારડાના લીધે આવનાર સમયમાં ગામજનો તેમજ રસ્તા ઉપરથી પસાર થતાં લોકોઓમાં જીવલેણ રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિકમાં લાગી રહ્યો છે.જેથી લોકોઓમાં જીવલેણ રોગચાળો ફાટી નીકળતા પહેલા જવાબદારો આ ઉકારડાના ઢોગલાને રસ્તાની બાજુમાંથી દૂર કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...