નિમણૂંક:નિઝર APMCની ચૂંટણી વિવાદમાં કોર્ટના આદેશ બાદ હોદ્દેદારોની નિમણૂંક

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી ઓગસ્ટ 2019માં થઇ હતી પરંતુ બે પેનલ વચ્ચે વિખવાદ થતાં કોર્ટમાં કેસ થયો હતો

નિઝર તાલુકાની APMCના ચૂંટણી બાદ વિવાદ થતા મામલો કોર્ટ સુધી પહોચયો હતો. જેમાં કોર્ટના ચુકાદા બાદ નિઝરના APMCમા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ચેરમેન તરીકે નિઝરના દેવાળા ગામના યોગેશભાઈ ચુનીલાલભાઈ રાજપુતની નિમણુંક કરવામાં આવી છે તેમજ નિઝરના બોરદા ગામના કુંવરસીંગભાઈ જાલુભાઈ વળવીનું વાઇસ ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. નિઝરની ઘી ખેતીવાળી ઉત્પાદન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી 2019મા જાહેર કરવામાં આવી હતી, જે અંગે તારીખ 20/8/2019ના રોજ સામાન્ય ચૂંટણીમાં યોજાયેલ હતી.

જેમા બે પેનલો વચ્ચે સામાન્ય ચૂંટણીમા જંગ થઇ હતી. સહકાર પેનલનો ભવ્ય વિજય થયો હતો. પરંતુ બને પેનલોમા વિવાદ ઉભો થતા સામે પેનલ દ્વારા નામદાર હાઇકોર્ટમા કેસ કરવામાં આવ્યો હતો. જે અંગે તારીખ 22/11/2021ના રોજ સદર કોર્ટનો ચુકાદો આવતા નામદાર હાઇકોર્ટ દ્વારા સહકાર પેનલના તરફેણમાં ચુકાદો આપવામાં આવતા, ગત રોજ નિઝર ધી ખેતીવાળી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન અને વોઇસ ચેરમેનની નિમણુંક કરવામાં આવી છે.

સહકાર પેનલના પ્રેરણાતા દિલીપભાઈ પાટીલ, ઇશ્વરભાઈ પટેલ, સુનીલભાઈ પટેલ, નરપતભાઈ વળવી, શરદભાઈ પટેલ, જગનભાઈ વળવી, કુવરસિંગભાઈ વળવી, યોગેશભાઈ રાજપૂતની તરફેણમાં ચુકાદો આવતાં ગત રોજ જિલ્લા રજીસ્ટાર સુરતના ધ્રુવિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તથા તાપી જિલ્લા રજિસ્ટ્રાર એચ. આર. પટેલની હાજરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવેલી હતી. જેમાં સર્વાનુમતે યોગેશભાઈ ચુનીલાલભાઈ રાજપુતની ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

જેમાં યોગેશભાઈની ચેરમેન તરીકેની દરખાસ્ત સુનીલભાઈ શ્રીપતભાઈ પટેલએ મુકી હતી. અને નરપતભાઈ બોંડાભાઈ વળવીએ ટેકો આપ્યો હતો. તેવી રીતે વાઇસ ચેરમેનની નિમણુંકમાં પટેલ ઇશ્વરભાઈ નારાયણભાઈએ દરખાસ્ત મૂકી હતી અને પટેલ શરદભાઈ જાધવભાઈએ ટેકો આપ્યો હતો. દરખાસ્ત, ટેકેદારો, ડિરેક્ટરોના નિર્ણયથી યોગેશભાઈ ચુનીલાલભાઈ રાજપુતને નિઝર ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકેની વરણી કરવામાં આવી હતી.

તથા વાઇસ ચેરમેન તરીકે કુવરસિંગભાઈ જાલુભાઈ વળવીની વરણી કરવામાં આવી હતી. સમારંભમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટરો તેમના મતદાતાઓ તેમના સમર્થકો રાજકીય આગેવાનો કાર્યકર્તાઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કર્મચારીઓ તથા તાલુકામાં અાવેલા ગામડાંના ખેડૂતો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...