શિક્ષણ જરૂરી:પીપલોદમાં માધ્યમિક શાળાનું બાંધકામ શરૂ કરવા આવેદન

કુકરમુંડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
2013-14ના બજેટમાં  મકાન બાંધકામ માટે મંજૂરી આપવા છતાં આજ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. - Divya Bhaskar
2013-14ના બજેટમાં મકાન બાંધકામ માટે મંજૂરી આપવા છતાં આજ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી.

તાપીના નિઝર તાલુકામાં આવેલ પીપલોદ ગામ ખાતે 2013-14ના બજેટમા મકાન બાંધકામ માટે મંજૂર થયેલ નવી સરકારી માધ્યમિક શાળા ના મકાન વર્ષોનો સમય વીતી જોવા છતાં પણ મકાનનું બાંધકામ શરૂ નહી કરવામાં આવતા આખરે BTS-BTPના હાદેદારો કાર્યકર્તાઓ અને નિઝર તાલુકા BTP પાર્ટીના ભીમસીંગભાઈ રેવાભાઈના અધ્યક્ષ સ્થાને નિઝર પ્રાંત અધિકારી મારફતે તાપી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

પીપલોદ ગામ ખાતે 2013 -14ના બજેટમાં ( આદિજાતિ વિસ્તાર ) મકાન બાંધકામ માટે વહીવટી મંજૂરી કમિશનર શાળાઓની કચેરી બ્લોક નંબર 9/1 ડી. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ના પત્ર ક્રમાંક જમીન બાંધકામ / જ-1/2013 /17 45-48, તા.23/9/2013 ના રોજ પત્રથી પ્રાંતશ્રી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તાપી શિક્ષણ વિભાગના વહીવટી મંજૂરી આપી છે.

બાંધકામ અંગે સદર ઠરાવની નકલ કાર્યપાલક ઈજનેરને આપી કરેલ પ્લાન મુજબ એસ્ટીમેન્ટ તૈયાર કરવા જણાવેલ અને અત્રેની કચેરીને શાળા બાંધકામ અંગે પ્રગતિની વિગત દર માસની પમી તારીખ સુધીમાં માસીક માહિતીમાં પત્રક બીમાં આપવા જણાવેલ તથા કન્સ્ટ્રક્શન ઓફ ન્યુ ગવર્મેન્ટ સેકન્ડરી સ્કુલ એટ પિપલોદ તા,નિઝર જિ.તાપી શાળાના મકાન બાંધકામ માટે અંદાજીત રૂ. 2,59,62,600/- રકમ ફાળવેલ છે, તેમજ ગૃપ ગ્રામ પંચાયત પિપલોદ તરફથી વર્ષ 2016માં બ્લોક સર્વે નંબર 7 માં જિલ્લા શિક્ષણ અધિકારી તાપી સરકારી માધ્યમિક શાળા પીપલોદ એન્ટ્રી નંબર 1742ની જમીન નવી શાળા માટે ફાળવેલ છે. આજદિન સુધી વર્ષોના સમય વીતી જવા છતાં શાળા મકાન બાંધકામ માટે કોઈ કાર્યવાહી કરી નથી.

સરકાર સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છે પણ આદિવાસી વિસ્તારના બાળકો સાથે અરમાય ભર્યું વર્તન કરી હાલમાં સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જર્જરીત ગ્રામ પંચાયતના મકાન રાજીવ ગાંધી ભવન માં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ભવિષ્યમાં કોઈ અધટિત ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. તેમજ 8 દિવસમાં કોઈ પણ કાર્યવાહી શરૂ નહી ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો ભેગા થઈને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...