માંગ:કુકરમુંડા તાલુકામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો સાથે ભારતીય કિસાન સંઘનું આવેદન

કુકરમુંડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉકાઇ જળાશયના અસરગ્રસ્તોની 48 વર્ષથી વારંવાર માંગણી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી

તાપીના કુકરમુંડા તાલુકામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ઉકાઈ યોજનાથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતોના પ્રાણ પશ્નોના ઉકેલ મેળવવા માટે છેલ્લા 48 વર્ષથી વારંવાર માંગણી કરવામાં આવેલ હોવા છતાં પણ ખેડૂતોઓના પ્રશ્નોના ઉકેલ નહી મળતા કુકરમુંડા મામલતદારને ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન આપી પ્રશ્નોના સત્વરે ઉકેલ લાવવા માંગ કરી છે. 2018/2019/માં કુકરમુંડા ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી કાઢી તેમજ કુકરમુંડા બંધનું એલાન કરીને મામલતદાર મારફતે ગુજરાત મુખ્ય મંત્રી સુધી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તેમ છતાં ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ મળેલ નથી, જેથી ફરી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇને આવેદન આપવામાં આવ્યું છે.આવેદન પત્રમાં જણાવ્યા મુજબ 1968 અંતર્ગત નિર્માણ દિન ઉકાઈ જળાશયમાં કુકરમુંડાના ખેડૂતો તેમજ કુકરમુંડા 53 ગામડાના ખેડૂતોએ ઉકાઈ જળાશય યોજનામાં સોના જેવી જમીનો હોમી દેતા અસર ગ્રસ્ત થયેલા છે, જયારે અસર ગ્રસ્ત થયા તે સમયે ઉપરોક્ત પ્રશ્નો ધ્યાન ઉપર લેવાયા હોત તો આજે સરકાર પાસે મંગાવાની જરૂર ન પડતી પરંતુ સરકારે અસરગ્રસ્ત વિસ્તારમાં કુકરમુંડાના વિસ્તારને ભૌગલિક પરસ્થિતિના અનેક પ્રશ્નો પ્રત્યે આંખ આડા કાન કરેલા છે.

આ પ્રશ્નો માટે તમામ સ્તરે લેખિત થતા મૌખિક રજૂઆત વારંવાર કરેલ છતાં આજદિન સુધી તેનો ઉકેલ મળેલ નથી. અહીંના લોકોનું જીવન ખેતી કરી ખેત મજૂરી કરી શ્રમ કરી નાના મોટો વ્યવસાય ઉભો કરી જીવન જીવવા પૂરતું વેપાર કરી આ વસ્તુ માત્રને માત્ર ખેતી આધારીત હોય જે પ્રશ્નો આગળ આપેલ આવેદનપત્રમાં જણાવ્યા હોવા છતાં તેમનો કોઈ પણ જાતનો ઉકેલ આવેલ નથી ખેતીને લગતા વિવિધ પ્રશ્નોનો સરકારશ્રી તરફથી ઉકેલ નહી મળતા અહીંના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઇ રહયા છે. આ વિસ્તારના 85 ટકા જેટલાં ખેડૂતો આદિવાસી સમાજના છે.

એ લોકોઓ બે ટંકનું ખાવાનું પણ જોડી શકતા નથી અને દેવામાં ડુબવાથી આત્મો હત્યાં જેવા વિચારો રોજ બરોજ જીવનમાં ઉજા ગર થયા કરે છે. જેનું રૂપ હકીકત માં ન બને એ માટે કુકરમુંડા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે.

ખેડૂતોના પ્રશ્નો
(1) ઉકાઈ યોજના બનતા પહેલા જુના ગામોના ખેતીના પાકા રસ્તા બનાવવા બોર્ડર રોડને જોડતા.
(2)સંપાદિત કરેલ જમીન છે જે ડુબાણમાં જતી નથી એવા ખેડૂતોને તેવી જમીન પરત આપવી.
(3)કુકરમુંડાની બાકી રહેલી ઉદ્દવહન સિંચાઈ યોજનાની કામગીરી પૂર્ણ કરવી.
(4) કુકરમુંડા તાલુકાના 53 ગામો માટે દ.ગુ.વિ.કં. કુકરમુંડા ખાતે ડિવિઝન કચેરીમાં પૂર્ણ કર્મચારી સાથે ચાલુ કરવી.
(5) પોસ્ટ ઓફિસ માટે ફાળવેલ પ્લાંટ ઉપર પોસ્ટ ઓફિસનું બાંધકામ કરી પૂરતો સ્ટાફ આપવો.
(6) તાલુકાના વિકાસ માટે તાલુકા કક્ષાનું રમત-ગમતનું મેદાન બનવાવુ.
(7)જન આરોગ્ય માટે ગાર્નના રિઝર્વ પ્લોટ ઉપર બગીચો બનાવવો.
(8) ખેડૂતોને દિવસે વિજળી આપવી.
(9) રિ સર્વેની કામગીરી રદ્દ કરવી અને જુની પ્રથા ચાલુ કરવી.
(10) પ્રધાન મંત્રી બાંબુ મીશન યોજના" 2018 હેઠળ બાંબુની ખેતી નાઅમલે ગુજરાત સરકાર તત્કાલ કરાવે અને વન વિભાગને જગાડો.
(11)દરેક ગામતળ )ની જમીનની નવી શરત રદ્દ કરી જૂની શરતમાં ફેરવી. (12)ખેડુતોને ખેતીમાં સિંચાઇ કરવા માટે 95% સબસિડી સાથે સોલાર સેટનું પંચ સાથે કનેકશન આપવા.

અન્ય સમાચારો પણ છે...