મુશ્કેલી:જુના કાવઠા પાસે કોઝવેના મસમોટા ખાડા કોઇનો ભોગ લે એ પહેલા પુરી દેવા જરૂરી

કુકરમુંડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
જુના કાવઠા અને વેલદાને જોડતા કોઝવે પર પડેલા ખાડા - Divya Bhaskar
જુના કાવઠા અને વેલદાને જોડતા કોઝવે પર પડેલા ખાડા
  • રેલિંગ ન હોવાથી વાહન ખાડામાં પટકાઇ કોઝવેની નીચે ખાબકવાનો ભય

તાપી જિલ્લાના નિઝરના તાપી કિનારે આવેલ જુના કાવઠા ગામથી વેલ્દા ગામને જોડતા રસ્તા ઉપર આવેલ કોઝવે પર મોસમોટા ખાડા પડી જતા કોઝવે ઉપરથી પસાર થતા વાહન ચાલોકો તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલી ઓ પડી રહી છે. કેટલાક સમયથી આ કોઝવે ઉપર ખાડા પડ્યા છે.તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા ખાડા પુરાણ કરવાની કામગીરી હાથ ધરી નથી.

કોઝવે ઉપર ઉકાઈ જળાશયનું પાણી આશરે ચાર મહિના સુધી ભરાયલુ રહેવાથી જુના કાવઠા અને વેલ્દા ગામને જોડતો આ રસ્તો બંધ થઇ જાય છે. ત્યારે વાહન ચાલોકો અને ખેડૂતો આશરે 10 કિલોમીટર થી વધુનો ચકરાવો કરવો પડે છે.અને ચાર મહિના પછી આ કોઝવે ઉપરથી પાણી ઓછું થઇ જતા મોટા ભાગના વાહન ચાલોકો તેમજ ખેડૂતોઓ આ રસ્તા પર આવેલ કોઝવે પરથી પસાર થાય છે. પરંતુ કોઝવે ઉપર મોટા મોટા ખાડા ઓ પડી જતા વાહન ચાલોકો તેમજ ખેડૂતોઓ જીવને જખ્મે પસાર થવા મજબુર બન્યા છે.

જુના કાવઠા અને વેલ્દા ગામની સીમા વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતોઓની જમીનો આવેલ હોવાથી આ રસ્તો ખેડૂતોઓ માટે ખુબ જ ઉપયોગ બનતો હોય છે.જે ખેડૂતોઓના ખેતી કામના અજારો તેમજ પાક ઉપજ લઇ આવવા જવા માટે આ રસ્તા ઉપર આવેલ કોઝવે પરથી પસાર થવુ પડે છે.તેમજ મોટા ભાગના વાહન ચાલોકો પણ આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે. જેથી વાહન ચાલકો અને ખેડૂતોઓને કોઝવે પર પડેલા ખાડાના લીધે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જેથી જવાબદાર તંત્ર કોઝવે ઉપર પડેલા મોટા મોટા ખાડાનું પુરાણ કરે તે ખુબ જ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...