લોકોમાં ભયનો માહોલ:ઇટવાઈ ગામના ખેતરમાં દીપડો દેખાતાં ખેડૂતોમાં ભયનો માહોલ

કુકરમુંડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કુકરમુંડાના ઈટવાઈ ગ્રૂપ ગ્રામ પંચાયતના ગામોની સિમ વિસ્તારમાં આવેલ ખેતરોમાં કામ કરતા લોકો અને ખેડૂતોને દીપડો નજરે પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.આ વિસ્તારમાં આવેલ ખેતરોમાં વન વિભાગ દ્વારા પાંજરૂ મુકવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી છે. કુકરમુંડા તાલુકાના લોકોને કેટલાક વિસ્તારોમાં દીપડાઓ નજરે પડી રહયા હોય છે.ખૂંખાર દીપડાઓના આંતક થી લોકોમાં, ખેડૂતો, કે મજૂરો, કે પશુપાલન કરતા લોકોઓમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.

પશુપાલન કરતા લોકો ખેતરો માં ઘાસચારો લેવા કે ખેતરો કામકાજ કરતા મજુર લોકો ખેતરોમાં જવા પણ ગભરાય રહયા છે. કુકરમુંડા તાલુકામાં અનેક વિસ્તારોમાં શેરડી,મકાઈ,કપાસ જુવાર,જેવા અનેક ઉભા પાકોઓના કારણે ખૂંખાર દીપડાઓ ખેતરોમાં અંદર ભરાયા હોવાની ફરિયાદ સાથે સત્વરે તેમને પાંજરે પુરવાની માંગ સ્થાનિકોમાં ઉઠી છે.

દીપડો પકડવા ગામમાં પાંજરૂ મુકવું જરૂરી
આ બાબતે ઇટવાઈ ગ્રૂપગ્રામ પંચાયત ના સરપંચ ધનીબેન વળવીના પતિ દિગંબરભાઈ વળવીનું ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું.કે અમારા પંચાયતના ગામોની સીમા વિસ્તારમાં આવેલ ખેતરોમાં લોકોને દીપડો નજરે પડ્યો હતો.લોકોએ અમને જણાવતા અમે વન વિભાગના અધિકારીને આ વિસ્તારમાં પાંજરૂ મુકવા આવે તે અંગે જાણ કરવાના છે.

અન્ય સમાચારો પણ છે...