અકસ્માત:જુના વાંકા પાસે ટ્રકે 2 બાઇકને અડફેટમાં લેતાં યુવકનું મોત

કુકરમુંડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંકાથી તલોદા તરફ જતા રોડ ઉપર અકસ્માત સર્જાયો
  • શાહદા તાલુકાના મળકા ગામના યુવકનો ભોગ લેવાયો

તાપીના નિઝર તાલુકામાં સમાવેશ જુના વાંકા ગામની સીમમાંથી પસાર થતો વાંકા થી મહારાષ્ટ્રના તલોદા તરફ જતા રસ્તા ઉપર બે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થયુ હતું. જેમાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકાના મળકાની ગામના બાઈક ચાલાક 45 વર્ષીય વાસુદેવ ભાઇ માધવભાઇ ડામરેનું ઘટના સ્થળે જ મોતનીપજ્યું હોવા અંગેની ફરિયાદ નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર નિઝરના જુના વાંકા ગામની સીમમાંથી પસાર થતો વાંકા તલોદા રોડ ઉપર મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકામાં આવેલ મળકાની ગામના રહેવાસી વાસુદેવભાઇ માધવભાઇ ડામરે પોતાની હીરો હોન્ડા મોટર સાઇકલ MH-41-R-8433 લઇને પોતાના ઘરેથી નંદુરબારના સિવિલ ખાતે આવતા હતો

દરમ્યાન કુકરમુંડા તાલુકાના ગાડીત ગામના રહેવાસી કૈલાશભાઇ નરોત્તમભાઇ પાડવી નાઓ પોતાની કબ્જાની બજાજ કંપનીની મોટર સાઇકલ નંબર GJ-05-NC-4793 મરણ જનારને ટક્કર મારતા અને સામેથી આવતી ટ્રક નંબર GJ-05-BV-1246 ના ચાલકે ટ્રકને રોંગ સાઇટે પોતાની કબ્જાનું ટ્રક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મરણ જનારના મોટર સાઇકલને અડફેડમાં લેતા જેના માથાના કપાળના ભાગે ગંભીર ઇજા પોહચાડીને સ્થળ પર જ મોત નીપજાવી અને બજાજ કંપનીની મોટર સાઇકલ નંબર GJ-05 NC-4793 ચાલાકના પગમાં ઇજા થતા ટ્રક ચાલાકે પોતાની કબ્જાની ટ્રક જગ્યા ઉપર મૂકી નાંસી ગયો હોવા અંગેની નિઝર પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્રના મળકાની ગામના રહેવાસી સુદામભાઇ સુકલાલભાઇ ડામરે ફરિયાદ નોંધાવી છે. જે અંગે વધુ તાપસ નિઝર પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...