દુર્ઘટના:બોરદા ગામની સીમમાં ટ્રકચાલકે બાઈકને અડફેટમાં લેતાં 2ના મોત

કુકરમુંડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્શનાર્થે સાતપુડા ગીરીમાળા જવા નીકળેલા ધાનોરો ગામના યુવકોને અકસ્માત

તાપીના નિઝર તાલુકામાં આવેલ બોરદા ગામની સીમમાં ઉચ્છલ નિઝર રોડ ઉપરથી પસાર થઇ રહેલા 2 બાઇકસવાર યુવકોને એક ટ્રકચાલકે ટ્રક ગફલત ભરી રીતે હંકારી બાઈકને અડફેટમાં બાઇક પર સવાર બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઉચ્છલ-નિઝર મેન રોડ પર લક્ષ્મીખેડા તરફ જતા બોરદા ગામના પિક અપ બસ સ્ટોપની પાસે સવારના 9 : 00 વાગ્યાના અરસામા મહારાષ્ટ્ર ના નંદુરબાર જિલ્લામાં આવેલ ધાનોરા ગામના બે વ્યક્તિ શબ્બીરભાઇ તથા નીતીનભાઇ મોટર સાઇકલ ફેશન પ્રો નં.MH-39- P- 8715 ની લઈને અસ્થાંબા ઋષીના દર્શન કરવા માટે જતા હતા.

ત્યારે ટ્રક નંબર GJ- 19- X- 2189ના પોતાની કબજાની ટ્રક ગફલત ભરી માણસની જિંદગી જોખમાઈ તે રીતે હંકારી લાવી મરણ જનાર સબ્બીરભાઈ નાઓની ફેશન પ્રો મોટર સાઇકલ નંબર MH- 39-P-8715 ને અડફેડમાં લઇ લેતા ગંભીર રીતે ઇજા પામેલા બંન્ને જણાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ એક્સીડન્ટ કરનાર ટ્રક નં GJ-19-x-218નો ચાલક પોતાની ટ્રક મુકી સ્થળ ઉપરથી નાસી ગયો હતો. અકસ્માત અંગે લલિતાબેન સબ્બીરભાઈ વળવી દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાબતે વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સી.જે.પુવાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...