કાર્યવાહી:બરડીપાડામાં ચકલી પોપટનો જુગાર રમી રહેલા 3 ઝડપાયા

ડોલવણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત, 1 વોન્ટેડ જાહેર

ડોલવણ તાલુકાના બરડીપાડા ગામે કેટલા ઈસમો ટોળુ વળેલા જોતાં પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની ટીમે રેડ કરતાં ત્રણ ઈસમોને ચકલી પોપટની જુગાર રમતા ઝડપી પાડ્યા હતાં. પોલીસે 15 હજારનો મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ડોલવણ પોલીસ સ્ટાફના માણસો બુધવારે નાઈટ પેટ્રોલીગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે, બરડીપાડા ગામના નીચલા ફળિયામાં નાઈટ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રેડ કરી હતી રેડ દરમિયાન લાઈટના અજવાળે અમુક ઈસમો ગોળ કુંડાળું વાળી ઉભેલા તથા બેસેલા નજરે પડતાં પોલીસ તપાસ કરતાં કેટલાક ઈસમો તેમને જોઈ ભાગી ગયા હતા. જયારે ત્યાં બેસીને ચકલી પોપટનો જુગાર રમતા કૈલાશભાઈ ઉર્ફે અર્જુનભાઈ સીતારામભાઈ પાવર (રહે.સિંગલ ફળિયા, રેલ્વે સ્ટેશન પાસે,વઘઈ,જિ.ડાંગ), સુરેશભાઈ પરભુભાઈ પવાર (રહે.નિશાળ ફળિયું,કુશગામ,તા.વઘઈ,જિ.ડાંગ) અને શૈલેષભાઈ બુધીયાભાઈ તુબડા (રહે.વચલું ફળિયું,ધોધલપાડા ગામ,તા.વઘઈ,જિ.તાપી)ના ઓને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે તેમના પાસેથી જુગારના સાધનો ચકલી પોપલી વાળું ચાર્ટ તેમજ રોકડા રૂપિયા 10,090/- તથા 3 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 15,090/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મીની ફરિયાદના આધારે ત્રણેય ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...