દુર્ઘટના:નવાબંદર પાસે બાઇક સ્લીપ થતા અકસ્માતે યુવાનનું મોત

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઊનામાં રહેતા સૈયદ જાવીદમીયા મુસ્તફામીયા ઉ.વ.40 તેવો નવાબંદર ગામેથી પોતાના ધરેબાઇક પર આવી રહ્યા હતા. ત્યારે દેલવાડા-નવાબંદર રોડની બન્ને સાઇડો વધારવા કામગીરી શરૂ હોય તેમાં રેતી, કાકરીના ઢગલા કરેલ હોય જેના કારણે યુવાનની બાઇક અચાનક કાકરીના કારણે સ્લીપ થઇ હતી.અને બાઇક ફંગોળાઇ જતાં નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇંજા પહોચતા ત્યાથી પસાર થતા લોકોએતાત્કાલીક રીક્ષામાં ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવે ત્યા તેમનુ સારવાર દરમ્યાન મોતનિપજેલ હતું. ત્યારે નવાબંદર રોડની બન્ને સાઇડો ખાડા અને કાકરીના કારણે રોજ નાના મોટા અકસ્માતસર્જાતા હોય છે. ત્યારે આ કામગીરી ગોકળગાયની ગતીએ ચાલતી હોય તાત્કાલીક રોડની કામગીરી પૂર્વકરવા વાહન ચાલકો માંગ ઉઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...