વેરાવળ:ફિલીપાઇન્સમાં અભ્યાસ કરતો યુવાન દીવ પરત

ઊના3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 11 મેંના મુંબઇ આવ્યાં બાદ હોટેલમાં કવોરેન્ટાઇન હતો

ફિલીપાઇન્સમાં ભારતનાં ઘણાં વિધાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યાં હોય તેઓને સ્પેશ્યલ પ્લેન મારફત ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે દીવનાં વણાંકબારાનો યુવાન પણ અંતે વતન પહોંચ્યો હતો. દીવનાં વણાંકબારાનો મીરલ ચુનીલાલ બારીયા નામનો યુવાન ફિલીપાઇન્સ ખાતે ડોકટરી અભ્યાસ કરતો હોય ત્યારે ત્યાં ફસાયેલા છાત્રોને ભારત લાવવા માટે સ્પેશ્યલ પ્લેન ઉડાવવામાં આવ્યું હતું. જે અન્વયે 11 મે નાં રોજ તે મુંબઇ પહોંચ્યો હતો. જયાંની એક હોટેલમાં ફેસેલીટી કવોરન્ટાઇન કરવામાં આવ્યંુ હતું. જેના 14 દિવસ પુર્ણ થતાં પોતાના વતન દીવનાં વણાંકબારા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...