માઇભક્તોની ભીડ:યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:

ઊના,વેરાવળ,સુત્રાપાડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊના, વેરાવળ, સુત્રાપાડા, ચોરવાડ, કેશોદ સહિતના શહેરોમાં માતાજીના મંદિરે માઇભક્તોની ભીડ

શક્તિની આરાધનાના પર્વ આસો નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે સોરઠભરના શહેરોમાં આવેલા માતાજીના વિવિધ સ્વરૂપોના મંદિરોમાં પણ નવરાત્રિના ખાસ શ્રૃંગાર, અખંડ દીપ જ્યોત, ઘટસ્થાપન સહિતના આયોજનો થયા છે. તો આઠમના દિવસે હવન સહિતની તૈયારીઓનો દોર પણ શરૂ થઇ ગયો છે. માઇભક્તો વ્હેલી સવારથીજ દર્શન માટે ઉમટી રહ્યા છે.

નવદુર્ગા માતાજી, સુત્રાપાડા
સુત્રાપાડા: સુત્રાપાડાનાં બસ સ્ટેશન પાસે આવેલું નવદુર્ગા માતાજી મંદિર આ પ્રકારના દેશભરમાં આવેલા 9 પ્રાચીન મંદિરો પૈકીનું એક છે. અહીં વર્ષોથી ગરબી પણ યોજાય છે.

અંબાજી મંદિર, વેરાવળ
​​​​​​​વેરાવળ: વેરાવળમાં અંબાજી મંદિરની સ્થાપના ચંપામા દ્વારા કરાઇ હતી. આજે તેમના વંશજ ચંદુભાઇ વૈયાટા અહીં સેવા-પૂજા કરે છે. નવરાત્રિમાં અહીં 37 વર્ષથી ગરબી રમાય છે. પ્રથમ નોરતે માતાજીને શણગાર કરાયો છે.

​​​​​​​ગાયત્રી માતાજી, ઊના
​​​​​​​ઊના: ઊનાના વેરાવળ રોડ પર આવેલા ગાયત્રી માતાજીના મંદિરે નવરાત્રીની ઊજવણી નિમીત્તે પંડાલ ઉભો કરી માતાજીનાં દર્શનની વ્યવસ્થા કરાય છે. અહીં પ્રાચીન ગરબી પણ વર્ષોથી રમાય છે.

​​​​​​​ઝૂંડ ભવાની માતાજી, ચોરવાડ
​​​​​​​ચોરવાડ: ચોરવાડના દરિયાકિનારા નજીક ઝૂંડમાં બિરાજતા ભવાની માતાજીનું મંદિર આ પંથકમાં આસ્થાનું મોટું કેન્દ્ર છે. આ મંદિર પ્રાચીન છે. અને અહીં નોરતામાં માતાજીને ખાસ શણગાર કરાયા છે.

​​​​​​​વાઘેશ્વરી માતાજી, કેશોદ
​​​​​​​કેશોદ: કેશોદના શરદ ચોક ખાતે વાઘેશ્વરી માતાજી મંદિરે પ્રથમ નોરતે માતાજીને પુષ્પોનો શણગાર કરાયો હતો. 9 દિવસ સાંજે 5 થી 7 કલાકે બહેનો ગરબે રમશે. ાત્રે 9 થી 12 વાગ્યે માઇ કલાપીના પ્રાચીન ગરબા ગવાશે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...