ક્રાઇમ:ઊનામાં કીચેન બનાવતી વખતે કારતૂસ ફૂટી, લાવનાર ભાગ્યો

ઊના14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગભરાતા નહીં આનો લેબ ટેસ્ટ કરાવ્યો છે હું આર્મીમાં છું કહી દુકાનદારને મનાવ્યા

ઊનામાં એક શખ્સે આર્મીમાં હોવાની ઓળખ આપી પોતાની પાસે રહેલો કારતૂસ બતાવી તેનું કીચેઇન બનાવી આપવા કહ્યું હતું. કારતૂસ જોઇ દુકાનદાર ગભરાયા હતા. પણ બાદમાં વેલ્ડીંગની શરૂઆત પહેલાંજ તે ફૂટ્યું હતું. અને યુવાન જતો રહ્યો હતો. ઊનાના પોસ્ટ ઓફીસ ચોકમાં વેલ્ડીંગનું કામ કરતા અશ્વિનભાઇ પઢિયાર (ઉ. 63) ની દુકાને અઠવાડિયા પહેલાં એક 30 થી 35 વર્ષનો શખ્સ આવ્યો હતો. અને સાથે લાવેલા કારતૂસમાં વેલ્ડીંગ કરી કીચેઇન બનાવી આપવા કહ્યું હતું.

જોકે, કારતૂસ જોઇને અશ્વિનભાઇ ગભરાઇ ગયા હતા. અને વેલ્ડીંગ કરવાની ના પાડી દીધી હતી. તેમણે કારતૂસ ફૂટવાની ભિતી પણ દર્શાવી હતી. આથી પેલા યુવાને કહ્યું, આ કારતૂસ ખોટું છે. અગાઉ પણ વેલ્ડીંગ કરેલું કારતૂસ તેને બતાવ્યું હતું. અને તેની લેબોરેટરી પણ કરી હોવાનું કહી સમજાવી લીધા હતા. આથી અશ્વિનભાઇએ વેલ્ડીંગની તૈયારી કરી હાથમાં કારતૂસ લઇ વેલ્ડીંગ શરૂ કરે એ પહેલાંજ તે ફૂટ્યું હતું. આથી અશ્વિનભાઇના હાથ અને પગમાં ઇજા થઇ હતી. કારતૂસ ફૂટવાનો અવાજ થતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

પેલા શખ્સે અશ્વિનભાઇને સારવારનો ખર્ચ આપવાની વાત કરી. પણ લોકો ભેગા થઇ જતા એ મોકો જોઇ જતો રહ્યો હતો. બનાવની પોલીસને થતાં પોલીસે કારતૂસનો કબ્જો મેળવી તે લાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

ખરેખર કાર્ટીસ લાવનાર યુવાન આર્મીમેન હતો ?
આ ઘટનાનમાં કાર્ટીસ લઇને આવનાર શખ્સે પોતે આર્મીમાં હોવાની ઓળખાણ આપી આ કારતૂસ ખોટું છે એમ કહ્યું. પણ તે ખરેખર આર્મીમેન હતો કે કેમ એ પણ સવાલ ઉઠ્યો છે.

વેલ્ડીંગના 50 રૂપિયા નક્કી કર્યા હતા
વેલ્ડીંગ કરનાર અશ્વિનભાઇએ આનાકાની કર્યા બાદ કારતૂસમાં વેલ્ડીંગ કરવાના રૂ. 50 નક્કી કર્યા હતા. જોકે, તેને લીધે અશ્વિનભાઇનો જીવ જોખમમાં મૂકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...