નરાધમ યુવકની કાળી કરતુત:ઊનામાં ઘરે બાળકી એકલી હોય શખ્સે ઘુસી અડપલા કર્યા

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રડવા લાગતા નાસી છૂટ્યો, બાળકીએ માતાને હકીકત જણાવી
  • ​​​​​​​પોલીસમાં​​​​​​​ ફરિયાદ નોંધાતા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો

ઊના શહેરમાં રહેતા એક શખ્સે એક મકાનમાં પ્રવેશ કરી સાડા નવ વર્ષની બાળકી સાથે અડપલા કરી નાસી છૂટ્યો હતો. બાળકીએ સમગ્ર હકિક્ત માતાને જણાવી હતી. અને આ શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ઊના શહેરમાં એક સાડા નવ વર્ષની બાળકી પોતાના ઘરે બપોરનાં સમયે એકલી હતી એ સમયે એકલતાનો લાભ લઈ નરેન્દ્ર હરિકીશન સોરઠીયા ઘરમાં પ્રવેશ્યો હતો અને બાળકો સાથે અડપલા કર્યા હતા. જો કે, બાળકી ગભરાઈ લજતા રડવા લાગી હતી અને નરેન્દ્ર હરકિશને કહ્યું હતું કે, આ વાત તારા માતાને કરતી નહી બાદમાં ત્યાંથી ચાલ્યો ગયો હતો.

જો કે, બાળકીએ સમગ્ર વાત તેમના માતાને કરતા તે ચોંકી ઉઠ્યા હતા. અને પુત્રીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા બાદમા આ શખ્સને સબક શીખવવા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં નરેન્દ્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે ઝીંણવટભરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...