તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓમાં રોષ:ઊના શહેરની હાઈસ્કુલમાં પ્રવેશ મેળવવા મુદ્દે વ્હાલા દવલાની નિતી

ઊના25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાના સંચાલકો એડમિશન આપવા માટે ના પડી દેતા વાલીઓમાં ભારે રોષ

ઊનાની હાઈસ્કુલમાં ધો.11, 12માં એડમીશન માટે સંચાલકો દ્વારા વાલીઓને સાફ શબ્દોમાં ના પા૰ીડી દેતા વાલીઓમાં રોષ ફેલાયો છે. બીજી તરફ શાળા સંચાલકો દ્વારા ભલામણ કરવા આવતા વાલીઓને પ્રવેશ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. કોરોનામાં ઓનલાઇન શિક્ષણ શરૂ હોય અને સરકાર દ્વારા ધો.11, 12 ઓફલાઇન શિક્ષણ શરૂ કરતા કેળવણી મંડળ સંચાલીત શાહ એચ.ડી. હાઇસ્કુલના સંચાલકો દ્વારા ભલામણ આવે તેના પર એડમિશન આપતા હોવાનું વાલીઓ માંથી જાણવા મળી રહ્યું છે.

વ્હાલા દવલાની નિતીથી સામાન્યા પરીવારે પોતાના સંતાનને ના છુટકે ખાનગી શાળામાં મોંધીદાટ ફિ ભરીને અભ્યાસ કરાવવા મજબુર બન્યાં છે. એક તરફ કોરોનાનો કહેર માંથી માંડ બહાર આવ્યા ત્યાં વાવાઝોડાએ થપાટ મારી અને વરસાદ પણ ખેંચાતા હાલત દયનિય બની છે. ઉપરથી શાળામાં એડમિશન ન મળતા બાળકોના અભ્યાસ સામે પણ સવાલ ઊભા થયાં છે. ત્યારે આ બાબતે જીલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી દ્વારા ધટતું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

75-75 વિદ્યાર્થી બે કલાકમાં પ્રવેશ આપ્યો
શાળાના સંચાલકે જણાવેલ કે પ્રવેશ પ્રક્રિયામાં ધસારો થતાં બે કલાકમાં મર્યાદા કરતા વધું 75-75 છાત્રોને પ્રવેશ આપ્યો છે. પ્રવેશ માટે પહેલા ફોર્મ ભરવું પડે છે અને મેરીટના આધારે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એડમિશન આપવામાં આવે છે.

લાગવગ હોય પહેલા એડમિશન આપે છે
વાલીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે શાળાના સંચાલકો દ્વારા લાગવગ હોય તેને જ એડમિશન આપવામાં આવે છે. અને પ્રવેશ પ્રક્રિયા માત્ર કાગળ પર જ રાખવામાં આવી છે. આ બાબતે તપાસ કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...