કૃષિ:ઊનાની ઘાટલા સીમ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાતાં નુકસાન

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણીનો નિકાલ ન કરાતાં ડુંગળી, જુવારના પાકનો 80 હજારનો ખર્ચ માથે પડ્યો

ઊનાની ઘાટલા સીમ વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા ભારે નુકસાની થઇ છે. તંત્રએ અહીં રસ્તો બનાવ્યો છે. પણ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતાં ડુંગળી, જુવારના ઉભા પાકને નુકસાની થઇ છે. અને 80 હજારનો ખર્ચ માથે પડ્યો છે. આથી સહાય ચુકવવા માંગ ઉઠી છે. ઊના-ગીરગઢડા રોડ પર આવેલી ઘાટલા સીમ વાડી વિસ્તારમાં પુરવઠા નિગમનુ અનાજનું ગોડાઉન છે. આથી હાઇવેથી ગોડાઉન સુધી 290 મીટરનો રસ્તો મંજુર થતાં કાચો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમાં જમીનથી 2 ફુટ ઉંચો રસ્તો બનાવી પથ્થર નાંખી દેવાતાં આ વિસ્તારના ખેતરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે.

આ રસ્તા પરથી પાણીનો નિકાલ કરાયો નથી. પરિણામે ખેતરમાં વરસાદી પાણી ભરાતાં તળાવ સર્જાયું છે. ખેડૂતે વાવેલી ડુંગળી અને જુવારના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂત ઇકબાઇલ યુસુફ કુરેશીએ રસ્તો બનાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે આ બાબતની જાણ કરવા છતાં કોઇ વ્યવસ્થા ન કરાઇ. આથી તેમણે બિયારણ, ખાતર, મજૂરી સહિત 80 હજારનું વળતર આપવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...