આશ્ચર્ય:ઊનાનાં ખાપટ ગામમાં ડંકીમાંથી પાણીના ઉછાળા

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વધુ વરસાદનાં પગલે પાણીનાં તળ ઉપર આવી ગયા

ઊના ગીરગઢડા અને ગીર પંથકમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જમીનમાં પાણીના તળ ઉંચા આવી ગયા છે. સીમ વિસ્તારમાં કુવા અને બોરમાંથી પાણી બહાર જઇ રહ્યું છે. ત્યારે ખાપટ ગામે આવેલી પાણીની ડંકી માંથી આપો આપ પાણી ઉછાળા મારતું જોવા મળ્યું છે. ગામની મહીલાઓ પોતાના વાસણો લઇ પાણી ભરાવા પહોચી ગયા હતા. જોકે ડંકી માંથી પાણીના ઉછાળાથી લોકો પણ આશ્વર્ચમાં મુકાય ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...