તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઊનામાં 16 મે, રવિવાર સુધી બપોરે 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓને પોતાના ધંધા વેપાર સંપૂર્ણ બંધ રાખવા અપીલ કરવામાં આવી

ઊના નગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કોરોના વાઈરસનાં સંક્રમણની ગંભીરતાને ધ્યાને લઈ સર્વે વેપારી બંધુઓ અને નગરજનોના સ્વાસ્થ્યના હિતને ધ્યાને રાખી તમામ વેપારી મંડળો અને વ્યાવસાયિક એસોસિએશનને સમયાંતરે સ્વૈચ્છિક વેપાર-ધંધા બંધ રાખવા માટે અપીલ કરાઈ હતી.

જેને સારો સહયોગ મળતા સવારથી બપોરના 2 વાગ્યા સુધી વેપાર-ધંધા ખુલ્લા રાખેલ અને બપોરના 2 વાગ્યા પછી સ્વૈછીક લોકડાઉનનું અમલ જોવા મળ્યું હતું. જેમ ફરી લોકોના આરોગ્યના હિતમાં ફરીવાર વેપારી ભાઈઓને આગામી તા.16 મે,રવિવાર સુધી બપોરે 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક પોતાના વેપાર-ધંધા સંપૂર્ણ બંધ રાખવા નગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, પ્રમુખ ઈશ્વરલાલ જેઠવાણી અને મહામંત્રીએ અપીલ કરી સહયોગ આપવા જણાવેલ છે.

ચોરવાડમાં વેપારી-એસોસીએશને સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કર્યો
ચોરવાડમાં ગ્રામ પંચાયત દ્વારા ગત 30, એપ્રીલ સુધી સ્વેચ્છીક લોકડાઉન જાહેર કરાયું હતું. બાદ કોરોના કેસમાં ઘટાડો જોવા ન મળતા ઉપરાંત પરિસ્થિતી વણસી જતા વેપારી, લોકોએ ફરી લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બપોરે 2 વાગ્યા બાદ આવશ્યક ચીજવસ્તું સિવાઈની તમામ સેવા બંધ રાખવા નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...