વ્યાજખોરોનો ત્રાસ:ઊનાનો યુવાન વ્યાજખોરોના ત્રાસના કારણે ગુમ થયો, રાવ

ઊના6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજખોરોના ત્રાસથી છુટકારો અપાવવા યુવકના ભાઈની પોલીસમાં રાવ

ઊના શહેર અને તાલુકામાં ઉચ્ચા વ્યાજના દરોથી નાંણા ધિરાણનું મોટાપાયે બે નંબરી કામ ચાલી રહ્યું છે. જ્યારે અનેક પરીવારો વ્યાજખોરના ચક્કરમાં ફસાઈ જવાના કારણે બરબાદ થતાં હોવાનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જેમાં એક યુવાન વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગુમ થતાં તેના ભાઈએ કોઈ અણગમતું પગલું ન ભરે તે માટે પોલીસમાં અરજી કરી છે.

ઊના શહેરના ગીરગઢડા રોડ પર રહેતા મિત બી. કાનાણી નામના યુવાને ઊના પોલીસમાં તા.21 નવે.ના રોજ પોતાના મોટાભાઇ વિકી ભરતભાઇ કાનાણી માનસીક ત્રાસના કારણે ઘરેથી કિધા વગર નિકળી ગયા હોવાની લેખિત અરજી આપી છે. જેમાં એવો આક્ષેપ કર્યો છે કે ઊના બસ સ્ટેશન કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતાં ગરાળ ગામના હરપાલસિંહ રાઠોડ પાસેથી ગુમ થનાર યુવાન વિકી ભરતભાઇ કાનાણી એ રૂ. 3 લાખ બે વર્ષ પહેલા વ્યાજે લીધા હતા. જેની રકમ કરતા વધારે રૂ. 7 થી 8 લાખ વ્યાજરૂપે ભરી દીધા છે.

અને હજુ પણ રૂ.8 લાખની માંગણી કરતો હોય જેથી ગુમ થનાર યુવાન પાસે મેળવવા વ્યાજખોર હરપાલસિંહ રાઠોડે મારી નાખવાની ધમકી આપી હોય. જેના કારણે વિકી ભરતભાઇ કોઇને કિધા કહ્યા વગર તા.19 નવે.ના રોજ પોતાના ઘરેથી ચાલ્યો ગયો છે. આથી વ્યાજખોર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરી છે. ઉપરાંત અનેક લોકોને 20 થી 30 ટકા વ્યાજે ધિરાણ આપી ધંધો કરી વ્યાજખોરી કરતી હોવાના આક્ષેપ સાથે ઊના પીઆઇ, વેરાવળ એએસપી તેમજ જૂનાગઢ જીલ્લા આઇજીને અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...