તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:ઊનાના વાંસોજ આહીર સમાજે રાજુલા ધારાસભ્યના સમર્થનમાં આવેદન આપ્યું

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંબરીશ ડેરને ન્યાય નહીં મળે તો આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ

અમરેલી જિલ્લાના રાજુલા ખાતે માર્કેટ યાર્ડની બાજુમાં આવેલી બિન ઉપયોગી રેલ્વેની જમીનનો લોકોની સુખાકારી માટે ઉપયોગ થાય તે માટે ઉપવાસ પર બેસેલા રાજુલા, જાફરાબાદ અને ખાંભાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને ન્યાય આપવા ઊના પ્રાંત કચેરી ખાતે વાંસોજ આહિર સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવાયું છેકે, અંબરીશભાઈ ડેરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તે બિલકુલ નિંદનિય છે. ટાયેલા ધારાસભ્ય પોતાની પ્રજા માટે સતત કાર્યશીલ હોય તો સરકારે એને સાથ આપવો જોઈએ. નહીં કે રાજકિય મતભેદો રાખીને ટાર્ગેટ કરવા જોઈએ. આમ જમીનના સાચા ઉપયોગથી આજુબાજુમાં આવેલ શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલો, માર્કેટ યાર્ડ તથા હજારો લોકોને લાભદાયી નિવડે છે. હાલ જમીનના સદુઉપયોગ માટે શાંતિપૂર્ણ ઉપવાસ પર બેસી લડત ચલાવી રહેલા ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને ઊના તાલુકાના વાંસોજ ગામના આહિર સમાજ દ્વારા જાહેર સમર્થન આપવામાં આવેલ છે. જેમાં રાહુલભાઈ રામ, હિન્દુ યુવા સંગઠન, જીલ્લા સહમંત્રી જીવનભાઈ કામળિયા, જગદીશભાઈ વાળા, મેરૂભાઇ કામળિયા, રાજુભાઈ રામ, ભાવેશભાઈ વાળા, જગદીશભાઇ કામળિયા પણ જોડાયા હતા. ટુંક સમયમાં સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી

અન્ય સમાચારો પણ છે...