કાર્યવાહી:ઊના ટ્રાફિક પોલીસે 6 દિ'માં 1.10 લાખનો દંડ વસુલ્યો

ઊના2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકના ગુના તેમજ માસ્ક ન પહેરનારા દંડાયા

કોરોના સંક્રમણને અટકાવવા લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની જાહેરાત કરાઇ હતી. તા.15 ઓગષ્ટથી માસ્ક ન પહેરનારને રૂ. 1 હજારનો દંડ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઊના ટ્રાફિક પોલીસ દ્વારા 15 ઓગષ્ટથી 20 ઓગષ્ટ સુધીમાં 6 દિવસમાં રૂ. 1.10 લાખનો દંડ વસુલ્યો હતો. જેમાં માસ્ક ન પહેરેલા લોકો, બાઇકમાં ત્રિપલ સવારી, બજારમાં દુકાન ધરાવતા વેપારીઓ અને ગ્રાહકો કે જેમણે માસ્ક ન પહેર્યા હોય એ તમામ લોકો દંડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...